HomeBusiness News - LeftTech Mahindra માં ઉછાળો અને Wipro માં ઘટાડો: IT સેક્ટરમાં બે કંપનીઓના...

Tech Mahindra માં ઉછાળો અને Wipro માં ઘટાડો: IT સેક્ટરમાં બે કંપનીઓના પરિણામોમાં મોટો તફાવત…!!!

IT સેક્ટરમાં અત્યારે મિશ્રિત પરિણામો જોવા મળી રહ્યા છે. Tech Mahindra અને Wipro ના Q1 ના પરિણામોમાં એકતરફી તફાવત જોવા મળ્યો છે, જે કંપનીઓના બિઝનેસ મોડલ અને સેક્ટરના વલણને દર્શાવે છે.

નાણાકીય પરિણામો :

Tech Mahindra ના રેવન્યુમાં ૨.૨% નો ઉછાળો સાથે તે $૧.૬૬ બિલિયન પર પહોંચ્યું છે, જ્યારે તેનો ચોખ્ખો નફો ૬.૭% વધીને $૧૫૪ મિલિયન થયો છે. Tech Mahindra ના માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે. સામે પક્ષે, Wipro ના રેવન્યુમાં ૧.૪% નો ઘટાડો નોંધાઈને તે $૨.૬૧ બિલિયન પર આવી ગયું છે અને તેનો ચોખ્ખો નફો ૪.૭% ઘટીને $૩૫૫ મિલિયન રહ્યો છે. Wipro ના ૧૬% ના માર્જિનમાં ૧૩૦ BPS નો ઘટાડો નોંધાયો છે.

કંપની વિશે :

Tech Mahindra માં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંથી આવતા બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. Tech Mahindra ના CEO Mohit Joshi ના મતે કંપની પાસે મજબૂત ઓર્ડર બુક અને ક્લાયન્ટ રિલેશનશિપ છે. જોકે, Wipro માટે સ્થિતિ થોડી નકારાત્મક રહી છે, કારણ કે એનર્જી, મેન્યુફેક્ચરિંગ અને રિસોર્સિસ સેક્ટરમાંથી મળતું રેવન્યુ ઘટ્યું છે. Wipro ના CEO Srinivas Pallia ના મતે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં ધીમી ગતિ જોવા મળી રહી છે.

ભાવિ દિશા :

IT સેક્ટરમાં AI ના વધતા પ્રભાવને કારણે સાવચેતીનો માહોલ છે. Tech Mahindra AI માં ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, જ્યારે Wipro તેના માર્જિનને જાળવવા માટે AI અને સેલેરી હાઈક પર ખર્ચ કરી રહ્યું છે. આગામી દિવસોમાં AI ક્ષેત્રે થતા ફેરફારો અને ક્લાયન્ટના સ્પેન્ડિંગ પર આ કંપનીઓના પરફોર્મન્સ નિર્ભર રહેશે.

Spread the love

Most Popular