HomeBusiness News - Rightટ્રેન્ટ શેરમાં મોટો ઘટાડો: Q1 ના પરિણામોથી નિરાશા...!!!

ટ્રેન્ટ શેરમાં મોટો ઘટાડો: Q1 ના પરિણામોથી નિરાશા…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ટ્રેન્ટ લિમિટેડ ના શેરમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે. NSE પર શેર ૧૨.૪૪% ના ઘટાડા સાથે ₹૨,૯૨૭.૮૦ પર બંધ થયો છે, જે ટાટા ગ્રુપના આ રિટેલર માટે એક મોટો ઘટાડો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ Q1 ના પરિણામો એનાલિસ્ટની અપેક્ષા કરતા નબળા રહ્યા છે.

કંપની વિશે :

ટ્રેન્ટ લિમિટેડ એ ટાટા ગ્રુપનું અગ્રણી રિટેલ બિઝનેસ છે. કંપનીના પોર્ટફોલિયોમાં ઝુડિયો અને વેસ્ટસાઇડ જેવા જાણીતા બ્રાન્ડ્સ સામેલ છે. હાલમાં કંપની પાસે કુલ ૧,૩૧૨ સ્ટોર્સ છે, જેમાં ૯૮૨ ઝુડિયો અને ૩૦૧ વેસ્ટસાઇડ ના આઉટલેટ્સ સામેલ છે.

નાણાકીય પરિણામો :

કંપનીએ Q1 માં ₹૫,૬૬૬ કરોડનું સ્ટેન્ડઅલોન રેવન્યુ જાહેર કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૯% નો ઉછાળો દર્શાવે છે. જોકે, બજારના એનાલિસ્ટ આ આંકડાથી સંતુષ્ટ નથી કારણ કે તેમની અપેક્ષા ૨૨% ની હતી. Motilal Oswal એ નોંધ્યું છે કે સ્ટોર દીઠ આવકમાં અંદાજે ૫% નો ઘટાડો થયો છે, જે નવા સ્ટોર્સના વિસ્તરણ અથવા વધતી સ્પર્ધાને કારણે હોઈ શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ, શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને તે મહત્વના લેવલ્સની નીચે બંધ થયો છે. Bonanza ના એનાલિસ્ટના જણાવ્યા મુજબ, શેર માટે ₹૨,૮૯૦ નો કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય છે. શેરના ભાવમાં આ ઘટાડો વેલ્યુએશનમાં જરૂરી સુધારો હોઈ શકે છે.

રોકાણ રણનીતિ :

બજારમાં અત્યારે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારોએ ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. નવા રોકાણકારોએ ટેકનિકલ સપોર્ટ લેવલની નજીક સ્ટેગર્ડ રીતે ખરીદી કરવાનું વિચારી શકે છે.

Spread the love

Most Popular