HomeBusiness News - Rightભારતનું ડેટ માર્કેટ આગામી વિકાસ તબક્કા માટે સજ્જ નથી: રિપોર્ટ...!!!

ભારતનું ડેટ માર્કેટ આગામી વિકાસ તબક્કા માટે સજ્જ નથી: રિપોર્ટ…!!!

Deloitte ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતનું ડેટ માર્કેટ દેશના આગામી આર્થિક વિકાસના તબક્કાને ફાઇનાન્સ કરવા માટે હજુ સજ્જ નથી. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ડેટ માર્કેટને વધુ ઊંડું અને કાર્યક્ષમ બનાવવામાં નહીં આવે, તો તે દેશના આર્થિક લક્ષ્યો માટે અવરોધ બની શકે છે.

ઘરગથ્થુ બચત અને વપરાશની બદલાતી પેટર્નને કારણે હવે વધતી જતી ક્રેડિટ ડિમાન્ડ માટે માત્ર બેંક ડિપોઝિટ પર નિર્ભર રહેવું હવે શક્ય નથી. $૭.૩ ટ્રિલિયનની ઇકોનોમી બનવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ડેટ માર્કેટમાં મોટો સુધારો અનિવાર્ય છે.

બજારના મુખ્ય પરિબળો :

રિપોર્ટ અનુસાર, ડેટ માર્કેટમાં કેટલીક માળખાગત નબળાઈઓ જોવા મળી રહી છે. વ્યાજ દરો અને રિસ્ક વચ્ચેનો તફાવત સ્પષ્ટ નથી અને નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) ટ્રેડિંગમાં પણ કેટલાક પડકારો છે. ખાસ કરીને MSME સેક્ટરમાં ક્રેડિટ ગેપ ખૂબ મોટો છે, જે Rs ૫૦ લાખ કરોડથી પણ વધુ હોઈ શકે છે. હાલમાં, આ સેક્ટરની માત્ર ૧૪% કંપનીઓને જ ઔપચારિક ક્રેડિટની સુવિધા મળી રહી છે. આ સંજોગોમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ વધુ કડક બનતા બજાર પર દબાણ આવી શકે છે.

માર્કેટમાં જરૂરી સુધારા :

Deloitte એ ત્રણ મુખ્ય સુધારા સૂચવ્યા છે. પ્રથમ, ઇન્વેસ્ટરની ભાગીદારી વધારીને અને લિક્વિડિટી સુધારીને ડેટ માર્કેટને વધુ મજબૂત બનાવવું જોઈએ. આ સાથે મની, બોન્ડ અને ડેરિવેટિવ્ઝ માર્કેટનું જોડાણ કરી તેને વધુ ઊંડું બનાવવું જરૂરી છે. બીજું, વ્યાજ દરોને સાચા અર્થમાં માર્કેટ-ડ્રિવન બનાવવા જોઈએ જેથી મોનેટરી પોલિસી વધુ અસરકારક બને અને બજારમાં સ્પષ્ટ પ્રાઈસ સિગ્નલ મળે. ત્રીજું, રૂપી કરન્સી માર્કેટને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક બનાવવું જોઈએ જેથી રૂપી ભાવની શોધ દેશની અંદર જ થાય અને NDF ટ્રેડિંગના મુદ્દાઓનું નિરાકરણ આવે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ભારતની આર્થિક વૃદ્ધિ માટે ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવું, AI નો ઉપયોગ વધારવો અને વિદેશી મૂડીના પ્રવાહને આકર્ષવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સુધારાઓથી જ ભારત લાંબા ગાળાની રોકાણ જરૂરિયાતોને પહોંચી વળશે અને આર્થિક લક્ષ્યો હાંસલ કરી શકશે. ગુણવત્તાયુક્ત અને કાર્યક્ષમ ડેટ માર્કેટ વિના ભારતનો $૭.૩ ટ્રિલિયન ઇકોનોમી બનવાનો લક્ષ્યાંક પડકારરૂપ બની શકે છે.

Spread the love

Most Popular