HomeBusiness News - Leftટ્રેન્ટ લિમિટેડના ચેરમેન નોએલ ટાટા નિવૃત્ત થશે, રિટેલ જાયન્ટમાં મોટા ફેરફારની શક્યતા...!!!

ટ્રેન્ટ લિમિટેડના ચેરમેન નોએલ ટાટા નિવૃત્ત થશે, રિટેલ જાયન્ટમાં મોટા ફેરફારની શક્યતા…!!!

ટ્રેન્ટ લિમિટેડના ચેરમેન નોએલ ટાટા નિવૃત્ત થવાની જાહેરાત સાથે રિટેલ ક્ષેત્રે મોટા ફેરફારોના સંકેત મળ્યા છે. તેમણે કંપનીની ૭૪મી એન્યુઅલ જનરલ મીટિંગમાં જણાવ્યું હતું કે, નવેમ્બરમાં ૭૦ વર્ષની ઉંમર પૂર્ણ થતાં તેઓ તેમના પદ પરથી નિવૃત્ત થશે. ટાટા ગ્રુપના ગવર્નન્સ નિયમો મુજબ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે ૭૦ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

કંપની વિશે :

નોએલ ટાટાનું ટ્રેન્ટ સાથેનું જોડાણ ૧૯૯૮ થી છે. તેમણે કંપનીને એક કોસ્મેટિક્સ બિઝનેસમાંથી ફેશન રિટેલના જાયન્ટમાં બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૯૯ માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા બાદ તેમણે વેસ્ટસાઇડને એક સિંગલ સ્ટોરથી લઈને નેશનલ રિટેલ ચેઇન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજે કંપની પાસે વેસ્ટસાઇડ, ઝુડિયો અને સ્ટાર જેવા ફોર્મેટ હેઠળ ૩૨૧ શહેરોમાં ૧,૨૮૬ સ્ટોર્સનો વિશાળ નેટવર્ક છે.

નાણાકીય પરિણામો :

ટાટાના નેતૃત્વ હેઠળ ટ્રેન્ટના નાણાકીય આંકડાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. FY14 માં કંપનીનું રેવન્યુ ₹ ૨,૩૩૩ કરોડ હતું, જે FY26 માં વધીને ₹ ૨૦,૧૯૩ કરોડ સુધી પહોંચ્યું છે. આ દરમિયાન કંપની ₹ ૧૯ કરોડના નુકસાનમાંથી ₹ ૧,૪૭૭ કરોડના મજબૂત નફામાં પરિવર્તિત થઈ છે. કંપનીનું માર્કેટ કેપિટેલાઈઝેશન ₹ ૪,૩૦૦ કરોડથી વધીને ₹ ૨ ટ્રિલિયનથી વધુ થયું છે, જે તેને ટાટા ગ્રુપના સૌથી મોટા વેલ્યુ ક્રિએટર્સમાંનું એક બનાવે છે.

ભાવિ દિશા :

નોએલ ટાટાના નિવૃત્ત થવા છતાં કંપનીની વૃદ્ધિની યોજનાઓ યથાવત છે. તેમણે ભવિષ્યમાં ૭૦૦ વેસ્ટસાઇડ સ્ટોર્સ અને ૫,૦૦૦ ઝુડિયો સ્ટોર્સ સુધી પહોંચવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હાલમાં કંપની માર્કેટના માત્ર ૨% હિસ્સા સાથે કાર્યરત છે, જે દર્શાવે છે કે હજુ ઘણો વિકાસ શક્ય છે. શેરબજારમાં પણ ટ્રેન્ટના શેરમાં મજબૂત પોઝિશન જોવા મળી રહી છે અને તાજેતરમાં BSE પર તેનો ક્લોઝિંગ ભાવ ₹ ૩,૧૪૧.૭૦ રહ્યો હતો.

Spread the love

Most Popular