નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે RBI દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવવાની શક્યતા ઓછી છે. પિરામલ ગ્રુપના ચીફ ઇકોનોમિસ્ટ દેબોપમ ચૌધરી જણાવ્યા અનુસાર, ઉર્જા સંબંધી જોખમો ઘટતા અને ક્રૂડના ભાવમાં ઘટાડો થતા RBI ની નીતિમાં સ્થિરતા જોવા મળી શકે છે.
બજારના મુખ્ય પરિબળો :
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી ભારતના આયાત બિલમાં રાહત મળવાની શક્યતા છે. MPC એ વ્યાજ દર ૫.૨૫% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, મોન્સૂન અને વૈશ્વિક અસ્થિરતાને કારણે RBI ‘વેઈટ એન્ડ વોચ’ નીતિ અપનાવી શકે છે. GDP વૃદ્ધિનો અંદાજ ૬.૬% રાખવામાં આવ્યો છે, જ્યારે CPI ઇન્ફ્લેશનમાં વધારાની શક્યતા હોવા છતાં, ઉર્જાના ઘટતા ભાવ એક મોટો સકારાત્મક પરિબળ છે. કોટક સિક્યોરિટીઝના અનિંદ્ય બેનર્જીના જણાવ્યા મુજબ, સસ્તા ક્રૂડ અને મજબૂત મૂડી પ્રવાહને કારણે રૂપાને ટેકો મળી રહ્યો છે.
ભાવિ દિશા :
ક્રૂડ અને ગોલ્ડ બંનેના ભાવ ઘટવાથી ભારતની ટ્રેડ ડેફિસિટ અને રૂપા પર સકારાત્મક અસર જોવા મળશે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારો અને ડેટા મુજબ બજારની દિશા નક્કી થશે. રૂપાના મૂલ્યમાં સ્થિરતા આવવાની શક્યતા છે.
રોકાણ રણનીતિ :
અર્થતંત્રમાં મજબૂત આંતરિક માંગ અને વધતી જતી મધ્યમ વર્ગની વસ્તીને કારણે લાંબા ગાળાના વિકાસની શક્યતા છે. રોકાણકારોએ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સાવચેતી રાખવી જોઈએ અને મજબૂત ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ.






