HomeBusiness News - Rightભારતના બીએફઓપીમાં મજબૂત સુધારો : ગોલ્ડમેન સૅક્સે ઘટાડેલા સીએડી અંદાજ સાથે સકારાત્મક...

ભારતના બીએફઓપીમાં મજબૂત સુધારો : ગોલ્ડમેન સૅક્સે ઘટાડેલા સીએડી અંદાજ સાથે સકારાત્મક સંકેતો…!!!

ગોલ્ડમેન સૅક્સે ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટ્સ (બીફઓપી) અંગે તાજેતરમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું છે કે બે વર્ષના ઘટાડા બાદ ૨૦૨૬માં ભારતમાં ફરી સર્પ્લસ જોવા મળી શકે છે. અહેવાલ મુજબ, ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (ક્યુ૧) ભારતે લગભગ ૭.૨ બિલિયન ડૉલરનો બીફઓપી સર્પ્લસ નોંધાવ્યો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

અહેવાલ મુજબ ઓછા તેલ આયાત ખર્ચ, મજબૂત રેમિટન્સ અને સર્વિસીઝ એક્સપોર્ટમાં સુધારાના કારણે કરન્ટ એકાઉન્ટમાં પણ સર્પ્લસ નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ ટેન્શન અને ડોલર મજબૂતાઈ વચ્ચે રૂપિયા થોડી નબળાઈ બતાવી રહ્યો છે, પણ આ ચાલ મૂળભૂત પરિબળો કરતાં વધુ સાવચેતીપૂર્ણ ખરીદીના પરિણામ તરીકે જોવામાં આવી રહી છે.

ગોલ્ડમેન સૅક્સે નોંધ્યું છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતની ઓઈલ ઈન્ટેન્સિટી ઘટી છે, જેના કારણે ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવ્યા છતાં તેની અસર મર્યાદિત રહી છે. જો બ્રેન્ટ ક્રૂડ આશરે ૯૦ ડૉલર પ્રતિ બેરલ રહે તો દસ ટકા ઉછાળે નેટ ઓઈલ ઈમ્પોર્ટમાં છ ટકા સુધી ઘટાડો શક્ય છે, જે ટ્રેડ બેલેન્સને ટેકો આપે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

બીફઓપીમાં દેખાતા સુધારાથી રૂપિયામાં ઘટાડાના દબાણમાં કેટલીક હદ સુધી રાહત મળી છે. આ છતાં પણ તેજ ઉછાળો ટૂંકા ગાળામાં શક્ય દેખાતો નથી, કારણ કે આરબીઆઈ દ્વારા વિદેશી મુદ્રા ભંડારનું સંગ્રહ કાર્ય યથાવત રહેશે. સમૂચિત રીતે બુલિશ બાયસ મજબૂત રહે તેવી ધારણા છે.

રોકાણ રણનીતિ :

લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી પોઝિશનમાં સ્થિરતા જાળવવી યોગ્ય રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રીત અપનાવવી પણ યોગ્ય માનવામાં આવે છે. હાલનું માર્કેટ વોલેટિલિટી વચ્ચે રેન્જ બાઉન્ડ સ્થિતિ ધરાવે છે, તેથી સાવચેતીપૂર્ણ અભિગમ રાખવો અનિવાર્ય છે.

ભાવિ દિશા :

ગોલ્ડમેન સૅક્સે ૨૦૨૬ માટે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનો અંદાજ ૭૮ બિલિયન ડૉલરની સામે ઘટાડીને ૪૬ બિલિયન ડૉલર કર્યો છે, જે જીડીપીના ફક્ત ૧.૩ ટકા જેટલો છે. આરબીઆઈ અને સરકારના પગલાંના પરિણામે આશરે ૬૦ બિલિયન ડૉલર જેટલો ઇન્ફ્લો આવવાની શક્યતા જણાય છે, જે આગામી દિવસોમાં બીફઓપીને વધુ મજબૂત બનાવશે. અહેવાલ દર્શાવે છે કે ૨૦૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૭ બંનેમાં દેશ જીડીપીના આશરે ૦.૬ ટકા જેટલો બીફઓપી સર્પ્લસ નોંધાવી શકે છે.

Spread the love

Most Popular