વર્તમાન કારોબારી સેશનમાં સિમ્કા એડવર્ટાઈઝિંગ IPO પ્રત્યે રોકાણકારોની રસપ્રદ માંગ યથાવત છે. ગ્રે માર્કેટમાં પ્રિમિયમમાં ઉછાળો જોવા મળતા મજબૂત લિસ્ટિંગની ધારણા વધુ મજબૂત બની છે.
બજારમાં સાવચેતીનો માહોલ હોવા છતાં SME સેગમેન્ટમાં આ IPO પ્રત્યે ઉત્સાહ નોંધપાત્ર રહ્યું છે અને રોકાણકારો વચ્ચે વિશ્વાસનું સ્તર ઊંચું રહ્યું છે.
કંપની વિશે :
સિમ્કા એડવર્ટાઈઝિંગની સ્થાપના વર્ષ ૨૦૨૨માં થઈ હતી. કંપની મહારાષ્ટ્રમાં આઉટ-ઓફ-હોમ એડવર્ટાઈઝિંગ સેવાઓ આપે છે. હોર્ડિંગ, બસ પેનલ, કિયોસ્ક અને શેલ્ટર જેવા વિવિધ માધ્યમો દ્વારા તે બ્રાન્ડ્સને પબ્લિક સ્પેસમાં પહોંચાડે છે. તેની સેવા રિયલ એસ્ટેટ, લાઈફસ્ટાઈલ, ઈન્શ્યોરન્સ અને સરકારી સંગઠનો જેવા સેક્ટરોમાં ઉપલબ્ધ છે.
બજારના મુખ્ય પરિબળો :
સિમ્કાનું IPO સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ છે, જેના ભાવ ૧૭૪ થી ૧૮૩ રૂપિયાનું બેન્ડ નક્કી કરવામાં આવ્યું છે. રોકાણકારોને ૬૦૦ શેરના લોટમાં અરજી કરવી જરૂરી છે. રિટેલ કેટેગરીમાં ઓછામાં ઓછા બે લોટ માટે અરજી ફરજિયાત છે, જે આશરે રૂપિયા ૨.૧૯ લાખનું રોકાણ બને છે.
ત્રીજા દિવસે સુધી IPO ૧૦.૬૦ ગણું સબસ્ક્રાઈબ થયું છે. તેમાં રિટેલ ૧૦.૬૬ ગણું, NII ૯.૬૩ ગણું અને QIB ૧૨.૫૩ ગણું બુક થયેલ જોવા મળ્યું છે, જે IPO પ્રત્યે મજબૂત માંગ દર્શાવે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ગ્રે માર્કેટમાં છેલ્લા ત્રણ સેશનથી GMPમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. શનિવારે રૂપિયા ૧૪, સોમવારે રૂપિયા ૩૦ અને હાલ રૂપિયા ૩૧ સુધી પ્રિમિયમ નોંધાયું છે. આ વધારાને ધ્યાને લેતાં લિસ્ટિંગ ભાવ રૂપિયા ૨૧૪ સુધી પહોંચી શકે એવી ધારણા છે.
ટેકનિકલ ચાર્ટ મુજબ હાલ બજારમાં વોલેટિલિટી યથાવત છે, પરંતુ SME IPOમાં બુલિશ બાયસ જોતાં નજીકના સત્રોમાં મજબૂત ક્લોઝિંગ શક્ય છે.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઉછાળે નફારૂપી વેચવાલી ઉપયોગી બની શકે છે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોએ ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અપનાવી સાવચેતી સાથે પગલાં ભરવા યોગ્ય છે.
આ IPOની એલોટમેન્ટ તારીખ ૧૩ મેએ છે અને લિસ્ટિંગ ૧૫ મેએ NSE SME પ્લેટફોર્મ પર થવાની છે. લિસ્ટિંગ દિવસે વોલેટિલિટી વધવાની શક્યતા હોવાથી રોકાણકારોએ સ્ટોપલોસ સાથે પોઝિશન રાખવી યોગ્ય ગણાય.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં SME સેગમેન્ટમાં મર્યાદિત પરંતુ પસંદગીયુક્ત ઉછાળો યથાવત રહી શકે છે. ગ્રે માર્કેટના સંકેતો મજબૂત રહેતાં સિમ્કા એડવર્ટાઈઝિંગને લઈને બુલિશ બાયસ ચાલુ રહેવાની ધારણા છે.






