26.05.2026
AXIS BANK :-
વર્તમાન ભાવ :- રૂ. 1308 ની આસપાસ
વલણ :- શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum)
બેન્કિંગ સેક્ટરના સૌથી મજબૂત હેવીવેઇટ સ્ટોકમાં છેલ્લા કેટલાક સત્રોના સામાન્ય પ્રોફિટ બુકિંગ પછી હવે ફરીથી ખરીદીનો દોર શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં નવી ઊંચાઈ તરફ કૂચ કરવા માટે સજ્જ દેખાય છે.
તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-
RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળેથી વેચવાલીનું દબાણ હવે સંપૂર્ણપણે હળવું થયું છે.
રિકવરી અને શોર્ટ કવરિંગ :-
નિફ્ટી ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરીના મૂડ વચ્ચે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં શોર્ટ કવરિંગના સ્પષ્ટ સંકેતો છે. દરેક ઘટાડે બૅન્કિંગ ક્ષેત્રમાં ફંડ હાઉસીસનું ખરીદી આકર્ષણ બજારને વેગ આપશે.
આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-
અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :-
જો સ્ટોક રૂ. 1308 ની ઉપર સસ્ટેન થાય છે, તો ક્રમશઃ રૂ. 1323 થી રૂ. 1330 સુધીનો પ્રથમ ટાર્ગેટ જોવા મળી શકે છે. જો તેજી આગળ વધે અને રૂ. 1330 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક રૂ 1344 ના સ્તરને સ્પર્શી શકે છે.
સપોર્ટ અને સ્ટોપલોસ :-
જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ. 1288 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 1270 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.
બાય ઓન ડીપ્સ :- જો આગામી સત્રોમાં માર્કેટના સામાન્ય ઘટાડા વચ્ચે આ સ્ટોક રૂ 1260 અતિ મહત્વના સ્ટોપલોસને ધ્યાને લઈ રૂ.1270 આસપાસની રેન્જમાં મળે, તો તે નવી ખરીદી માટે ઉત્તમ અને સલામત તક ગણાશે.
તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.
Ravi Bhatt
SEBI Regd Number INH000012591
Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com






