May 11, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, May 11, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftસ્વિગી ક્વિક-કોમર્સમાં વૃદ્ધિ કરતા નફાકારકતાને પ્રાધાન્ય…...!!!

સ્વિગી ક્વિક-કોમર્સમાં વૃદ્ધિ કરતા નફાકારકતાને પ્રાધાન્ય……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સ્વિગીના ક્વિક-કોમર્સ વિભાગ અંગે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે હવે આક્રમક વૃદ્ધિ કરતા નફાકારક વૃદ્ધિ પર વધુ ફોકસ રહેશે.

મેનેજમેન્ટે સ્પષ્ટ કહ્યું છે કે ઇન્સ્ટામાર્ટ માટે આવતા દિવસોમાં મજબૂત અલગ પ્રકારના પ્રોડક્ટ્સ અને સીએમ પોઝિટિવ પોર્ટફોલિયોના આધારે વૃદ્ધિની દિશા નક્કી થશે.

કંપની વિશે :

સ્વિગીના ક્વિક-કોમર્સ બિઝનેસે માર્ચ ક્વાર્ટરમાં ₹૭,૮૮૧ કરોડની ગ્રોસ ઓર્ડર વેલ્યૂ યથાવત રાખી છે, જોકે ક્રમવાર થોડો ઘટાડો નોંધાયો છે. કુલ ઓર્ડર્સ ૧૧૨ મિલિયનથી વધુ રહ્યા, જ્યારે એવરેજ ઓર્ડર વેલ્યૂ ₹૭૪૬માંથી ઘટીને ₹૭૦૦ થઈ ગયો.

કંપનીના સીઇઓ શ્રીહર્ષ મજેટીએ જણાવ્યું કે બજારમાં ઊંચી વોલેટિલિટી અને ઓપરેટિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને ‘બાયિંગ ગ્રોથ’નો માર્ગ ટાળવો યોગ્ય રહેશે. ઇન્સ્ટામાર્ટમાં સીએમ બ્રેકઇવન હાંસલ કરવું જ મહત્વપૂર્ણ લક્ષ્ય રહેશે.

નાણાકીય પરિણામો :

ઇન્સ્ટામાર્ટની આવક વર્ષ-દર-વર્ષ ૫૩% ઉછાળા સાથે ₹૧,૦૫૭ કરોડ સુધી પહોંચી છે, જ્યારે સેગમેન્ટનું નુકસાન ૪.૫% ઘટાડા સાથે ₹૭૩૬ કરોડ રહ્યું છે. ‘નોઈસ’ બ્રાન્ડ હેઠળના પ્રોડક્ટ્સ – જેમ કે ઈંડાં, બ્રેડ, સ્નેક્સ, સોસ તથા નવા કુકવેર પ્રોડક્ટ્સ – સીએમ પોઝિટિવ રહ્યા છે.

સ્વિગીના ફૂડ-ડિલિવરી વિભાગે ૧૫મા ક્વોર્ટરમાં સૌથી મજબૂત પ્રદર્શન આપ્યું છે. ગ્રોસ ઓર્ડર વેલ્યૂ ₹૯,૦૦૫ કરોડ સુધી પહોંચી જેમાં ૨૨.૫% ઉછાળો નોંધાયો છે. આ વિભાગે ક્વાર્ટરલી નફો ₹૩૦૬ કરોડ દર્શાવ્યો.

બજારના મુખ્ય પરિબળો :

ક્વિક-કોમર્સમાં સ્પર્ધાનો દબાણ મજબૂત રહ્યો છે. Amazon, Flipkart અને Reliance Retail પોતાનો નેટવર્ક ઝડપથી વિસ્તારી રહ્યા છે. Amazon એ તાજેતરમાં પોતાના ક્વિક-કોમર્સ પ્લેટફોર્મને ૧૦૦ શહેરોમાં રોલઆઉટ કરવાની જાહેરાત કરી છે તથા ૧૦૦૦ માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટરો પર કામ શરૂ કર્યું છે.

આ તીવ્ર સ્પર્ધા વચ્ચે સ્વિગીએ નફારૂપી વેચવાલી આધારિત રણનીતિ અપનાવી છે. પરિણામે કેટલાક વિશ્લેષકો દ્વારા કંપનીના શેર પર ‘Reduce’ રેટિંગ અપાયું છે.

ભાવિ દિશા :

વિશ્લેષકોનું માનવું છે કે ઇન્સ્ટામાર્ટમાં રોકાણનું સ્તર મર્યાદિત રાખવામાં આવી રહ્યું છે, જેના કારણે વૃદ્ધિ નજીકના ક્વાર્ટર્સમાં રેન્જ બાઉન્ડ રહી શકે છે. તેમ છતાં મેનેજમેન્ટનું મતે આ સાવચેતી કંપનીને લાંબા ગાળે મજબૂત પોઝિશન બનાવવામાં મદદરૂપ થશે.

સ્વિગીનું માનવું છે કે ક્વિક-કોમર્સ ક્ષેત્રમાં ₹૧ ટ્રિલિયનનું અવસર છે, પણ તે માટે ટકાઉ વૃદ્ધિ, સીએમ પોઝિટિવ મોડલ અને પસંદગીયુક્ત પ્રોડક્ટ રણનીતિ જ મહત્વનું હથિયાર બનશે.

Spread the love

Most Popular