ક્રૂડ તેલ બજારમાં ટૂંકાગાળે વોલેટિલિટી યથાવત છે, પરંતુ ૨૦૨૭ માટેના ઉત્પાદન વૃદ્ધિના અંદાજોમાં બુલિશ બાયસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઈરાન સંઘર્ષને કારણે સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો હોવા છતાં વિશ્લેષકો આગામી દિવસોમાં ઉત્પાદન વધારાની સંભાવનાઓને વધુ મજબૂત રીતે જોતા થયા છે.
બજારના મુખ્ય પરિબળો :
વિશ્વપ્રસિદ્ધ રિસર્ચ એજન્સી બીએમઆઈના જણાવ્યા મુજબ ટૂંકાગાળે ક્રૂડ તેલ સપ્લાય દબાણ હેઠળ છે. ૨૦૨૬થી અત્યાર સુધીમા અંદાજે ૬૦૦ મિલિયન બેરલનો સપ્લાય લોસ નોંધાયો છે, અને જો જૂન સુધી સંઘર્ષ યથાવત રહે તો આ આંકડો એક અબજ બેરલને પાર કરી શકે છે. વધુમાં, ઓપેક પ્લસના ઉત્પાદન ઘટાડા કરારનું ૨૦૨૬ના બીજા ભાગમાં અને ૨૦૨૭માં તબક્કાવાર સમાપન થવાનું અનુમાન છે, જેના કારણે સપ્લાયમાં ઉછાળો આવવાની શક્યતા વધી છે.
યુએઈનો ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણય પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. યુએઈ પોતાની ૫ એમબીડી ક્ષમતાને આગામી દિવસોમાં વધારે ઉપયોગમાં લઈ શકે છે, જે વૈશ્વિક સપ્લાય માટે મજબૂત સપોર્ટ રૂપ બનશે.
ટેક્નિકલ દૃષ્ટિકોણ :
વિશ્લેષકોએ જણાવ્યું કે inventoriesમાં ઝડપભર્યો ઘટાડો બજારમાં સાવચેતીનો માહોલ વધારી રહ્યો છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ ગયા અઠવાડિયે ક્રૂડ સ્ટોકમાં ૮.૧ મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ગેસોલિન તથા ડિસ્ટિલેટ સ્ટોકમાં પણ પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. જો inventories ઓપરેશનલ લેવલથી નીચે પહોંચે તો બ્રેન્ટ કિંમતોમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.
ટેક્નિકલ ચાર્ટ મુજબ બ્રેન્ટ ફ્યુચર્સ અને ડેટેડ બ્રેન્ટ વચ્ચેનો સ્પ્રેડ હજુ ઐતિહાસિક સ્તરે વ્યાપક છે, જે બજારમાં વધતી વોલેટિલિટીને દર્શાવે છે.
ભાવિ દિશા :
બીએમઆઈએ ૨૦૨૭ માટે બ્રેન્ટની સરેરાશ કિંમત ૭૨ થી ૭૩ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. યુએસના ૪૫૯ મિલિયન બેરલના સ્ટોક હાલ મર્યાદિત રીતે આરામદાયક સ્તરે છે, પરંતુ રેકોર્ડ સ્તરના યુએસ નિકાસ ચાલુ રહે તો સપોર્ટ લેવલ નબળો પડી શકે છે. સાઉદી અરેબિયાએ તેના અરબ લાઈટના વેચાણ ભાવમાં ઘટાડો કર્યો છે, જે એશિયા માટે સપ્લાય સ્થિરતા તરફનું સંકેત ગણાય છે.
ટ્રમ્પના નિવેદનોને કારણે futures માર્કેટમાં વોલેટિલિટી વધતી રહી છે, કારણ કે બજાર તેમના નિવેદનો પર તરત પ્રતિક્રિયા આપે છે. આવી પરિસ્થિતિ આગામી દિવસોમાં યથાવત રહેવાની સંભાવના છે.






