HomeBusiness News - RightPSU બેન્કો સામે પ્રાયવેટ બેન્કો : ક્યુ૪ સીઝનમાં રોકાણકારો માટે સાચી દિશા...

PSU બેન્કો સામે પ્રાયવેટ બેન્કો : ક્યુ૪ સીઝનમાં રોકાણકારો માટે સાચી દિશા કઈ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ થીમમાં વોલેટિલિટી યથાવત રહી છે. PSU બેન્કોમાં ગયા કેટલાક મહિનામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે પ્રાયવેટ બેન્કોમાં પસંદગીયુક્ત ધોવાણ ચાલુ છે. ક્યુ૪ સીઝન નજીક આવતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છવાયો છે.

બજારના મુખ્ય પરિબળો :

ગયા ૧૨ મહિનામાં PSU બેન્કોએ મજબૂત રીટર્ન આપ્યા છે. PSU બેન્ક ઈન્ડેક્સમાં ૪૧% ઉછાળો નોંધાયો છે, જ્યારે પ્રાયવેટ બેન્ક ઈન્ડેક્સે ફક્ત ૫% જેટલો ઉછાળો આપ્યો છે. આ ઉછાળો એસેટ ક્વોલિટી સુધારાના અને પ્રોફિટેબિલિટી યથાવત રહેલા જોડાણથી મળ્યો છે. છતાં ડિપોઝિટ ગ્રોથ પાછળ રહી જતાં ફંડિંગ ખર્ચ ઊંચો રહેવાનો દબાણ યથાવત છે, જેના કારણે CASA માટેની સ્પર્ધા વધુ કઠિન બની ગઈ છે.

બીજી તરફ Axis Securitiesના અંદાજ મુજબ ક્રેડિટ ગ્રોથ લગભગ ૧૫% સુધી પહોંચી છે, જેમાં મુખ્ય યોગદાન PSU બેન્કો અને મધ્યમ કદની પ્રાયવેટ બેન્કોનું રહ્યું છે. છતાં NIM દબાણને કારણે આવક પર મર્યાદિત ટેકો મળી રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

નોમુરાના તાજેતરના રિપોર્ટ અનુસાર PSU બેન્કો હાલમાં ૧.૩ ગણું એક વર્ષ ફોરવર્ડ બુક વેલ્યુ પર ટ્રેડ થઈ રહી છે, જે લાંબા સમયના સરેરાશની સરખામણીએ ઉપરના ઝોનમાં છે. એટલે આગામી દિવસોમાં વધુ રેરેટિંગની સંભાવના મર્યાદિત ગણાઈ રહી છે. બીજી તરફ પ્રાયવેટ બેન્કો લગભગ ૨ ગણાં મૂલ્યાંકન પર ટ્રેડ થઈ રહી છે, જે તેમના લાંબા સમયના ૨.૮ ગણાં સરેરાશ કરતા નોંધપાત્ર ઓછું છે. એટલે પ્રાયવેટ બેન્કોમાં સુધારાની શક્યતા વધારે દેખાઈ રહી છે.

આ સાથે PSU બેન્કોની કમાણીમાં ટ્રેઝરી ગેઇન્સ અને રિકવરીનું યોગદાન વધારે છે, જ્યારે પ્રાયવેટ બેન્કો કોર લોનિંગ અને ફી ઇનકમથી મજબૂત આવક મેળવે છે. PSU બેન્કોમાં નોન-કોર આવક ૨૦% થી ૪૦% વચ્ચે રહી છે, જ્યારે પ્રાયવેટ બેન્કોમાં આ પ્રમાણ માત્ર ૫% થી ૧૩% વચ્ચે મર્યાદિત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ PSU બેન્કોમાં તાજેતરના ઉછાળા પછી રેઝિસ્ટન્સ ઝોન નજીક નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. પ્રાયવેટ બેન્કોમાં ધોવાણ બાદ મજબૂત સપોર્ટ લેવલ નજીક ખરીદ સમર્થન ઉભરાતું જોવા મળે છે. કુલ મળીને રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહી શકે છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી PSU બેન્કોમાં અપનાવવી યોગ્ય ગણાય, કારણ કે હાલના વેલ્યુએશન ઊંચા સ્તરે છે. ઘટાડે તબક્કાવાર ખરીદી પ્રાયવેટ બેન્કોમાં વધુ અનુકૂળ પગલું ગણાય, ખાસ કરીને જ્યાં કોર કમાણી અને ડિપોઝિટ ગ્રોથ મજબૂત દેખાય છે ત્યાં પોઝિશન લઈ શકાય.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર બેન્કિંગ સેક્ટરમાં રેન્જ બાઉન્ડ ચાલ સાથે યથાવત રહી શકે છે. PSU બેન્ક્સનું લેવરેજ (૧૨x થી ૧૭x) પ્રાયવેટ બેન્કો (૬x થી ૯x) કરતા ઊંચું હોવાથી સાવચેતી અનિવાર્ય છે. નાના ઘટાડા અથવા વધારાના રૂપરેખાંકન પણ પ્રોફિટેબિલિટી પર સીધી અસર કરે તેવી શક્યતા છે. એટલે આગળના સમયગાળામાં ક્વોલિટી આધારિત પ્રાયવેટ બેન્કોમાં બજારનો બુલિશ બાયસ વધુ જોવા મળી શકે છે.

Spread the love

Most Popular