May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftપેટીએમમાં દેશી હિસ્સેદારી ૫૦% પાર : માલિકી બદલાવ સાથે રોકાણકારોમાં નવો ઉછાળો...!!!

પેટીએમમાં દેશી હિસ્સેદારી ૫૦% પાર : માલિકી બદલાવ સાથે રોકાણકારોમાં નવો ઉછાળો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં પેટિયમની માલિકીમાં મોટો બદલાવ બજારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દેશી રોકાણકારોની હિસ્સેદારી હવે ૫૦.૩% સુધી પહોંચતા કંપની બહુમતી ભારતીય નિયંત્રણ હેઠળ આવી છે. છેલ્લા કેટલાંક ત્રિમાસિક સમયગાળામાં વધતી દેશી રસદારી રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.

કંપની વિશે :

વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (પેટિયમ)માં ડીઆઈઆઈ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીઓની હિસ્સેદારી સતત વધતી જોવા મળી છે. માર્ચ ત્રિમાસિકમાં ડીઆઈઆઈ હિસ્સો ૨૩.૧% સુધી પહોંચ્યો છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ ૧૬.૬% સુધી મજબૂત બન્યું છે. ટાટા એઆઈએ અને એસબીઆઈ લાઇફ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓએ પોતાનું પોઝિશન વધાર્યું છે.

નાણાકીય પરિણામો :

કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં સતત ત્રીજા ત્રિમાસિક માટે નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. નેટ પ્રોફિટ ૨૨૫ કરોડ રૂપિયા અને આવકમાં ૨૦% ઉછાળો નોંધાયો હતો. ઈબિટ્ડા ૧૫૬ કરોડ રૂપિયા સાથે ૭% માર્જિન પર યથાવત રહ્યો છે. મર્ચન્ટ સબ્સ્ક્રિપ્શન બેઝમાં પણ ૨૪% નો વધારો જોવા મળ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

• દેશી રોકાણકારોની વધતી હિસ્સેદારીને કારણે કંપનીમાં સ્થિરતા મજબૂત બની છે.
• વૈશ્વિક સ્તરે ફિનટેક સેગમેન્ટમાં વોલેટિલિટી હોવા છતાં પેટિયમનો ભારતમાં કેન્દ્રિત બિઝનેસ મોડેલ રોકાણકારોમાં વિશ્વાસ જાળવી રાખે છે.
• બ્રોકરેજ હાઉસેઓ મજબૂત ફંડામેન્ટલ્સના આધારે પસંદગીયુક્ત બુલિશ બાયસ દર્શાવ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ફિનટેક સેગમેન્ટમાં હાલ મર્યાદિત ખરીદી જોવા મળી છે. કંપનીના મર્ચન્ટ પેમેન્ટ અને લેન્ડિંગ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ બ્રોકરેજ રિપોર્ટ્સમાં ઉલ્લેખિત થાય છે, જેના કારણે પેટિયમમાં પસંદગીયુક્ત રસદારી યથાવત રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ પેટિયમનું શેર હાલ રેન્જ બાઉન્ડ રહી શકે છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે, જ્યારે નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટી જાય તો બેરિશ બાયસ જોવા મળી શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બજારમાં સાવચેતીનો માહોલ રહેશે. બ્રોકરેજ હાઉસ બેંક ઓફ અમેરિકા અને બર્નસ્ટાઇનએ સ્ટોક પર સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે, તથા બિઝનેસ મિશ્રણ મજબૂત રહેવાની સંભાવના દર્શાવી છે. દેશી હિસ્સેદારીમાં થયેલો આ ઉછાળો કંપનીના લાંબા ગાળાના સ્થિર વૃદ્ધિ માર્ગને વધુ મજબૂત બનાવે છે.

Spread the love

Most Popular