HomeBusiness News - Rightભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદીમાં મજબૂત ઉછાળો : PSU રિફાઇનરિઝે માર્ચમાં નવા...

ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદીમાં મજબૂત ઉછાળો : PSU રિફાઇનરિઝે માર્ચમાં નવા રેકોર્ડ બનાવ્યા…!!!

ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી માર્ચ ૨૦૨૬માં ફરી એક વાર મજબૂત ઉછાળા સાથે નોંધાઈ છે. ખાસ કરીને PSU રિફાઇનરિઝે પોતાની ખરીદીમાં લગભગ ૧૪૮ ટકાનો વધારો કર્યો છે, જેના કારણે ક્રૂડ આયાતના સ્તરમાં તેજી યથાવત રહી છે. રશિયા તરફથી સ્પોટ માર્કેટમાં વધતા પુરવઠાને પગલે આ ખરીદીમાં વધારો નોંધાયો છે.

ચીન બાદ ભારત રશિયન હાઈડ્રોકાર્બનનો બીજો સૌથી મોટો ખરીદદારો બની ગયો છે. માર્ચ ૨૦૨૬માં ભારતે કુલ ૫.૮ અબજ યુરો મૂલ્યના રશિયન હાઈડ્રોકાર્બન આયાત કર્યા, જેમાંથી આશરે ૯૧ ટકા ક્રૂડ ઓઈલ પ્રોડક્ટ્સ રહ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં રશિયન ક્રૂડની વધતી ઉપલબ્ધતા સાથે ભારતીય રિફાઇનરિઝે પસંદગીયુક્ત ખરીદી વધારી છે. રશિયા માટે એશિયન માર્કેટ્સને પ્રાથમિકતા આપવાનો વલણ યથાવત રહ્યો છે, જેમાં ચીન અને ભારતને મળી કુલ ૯૦ ટકા ક્રૂડ નિકાસ થયા છે. PSU રિફાઇનરિઝ તરફથી દોઢ ગણાથી વધુ ઉછાળો નોંધાયો છે, જ્યારે પ્રાઇવેટ રિફાઇનરિઝે આશરે ૬૬ ટકા મર્યાદિત વધારો નોંધાવ્યો છે.

કંપની વિશે :

ન્યૂ મંગલુરુ સ્થિત Mangalore Refinery and Petrochemicals અને વિશાખાપટ્ટણમની Hindustan Petroleum Corporationએ નવેમ્બર ૨૦૨૫ પછી પહેલી વખત રશિયન ક્રૂડની ખરીદી ફરી શરૂ કરી છે. માર્ચ ૨૦૨૬માં બંને યુનિટ્સે પોતાની ખરીદીમાં મજબૂતી દર્શાવી છે. પ્રાઇવેટ રિફાઇનરિઝ જેમ કે જામનગર રિફાઇનરીએ પણ મર્યાદિત વધારો કર્યો છે, જો કે ગયા વર્ષની તુલનામાં એ સ્તરે હજુ પહોંચી નથી.

સેક્ટર દૃષ્ટિકોણ :

રિફાઇનિંગ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી છે. યુરોપીયન યુનિયન દ્વારા રશિયન ક્રૂડ આધારિત પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ હોવા છતાં માર્ચ ૨૦૨૬માં કુલ ૧૪ શિપમેન્ટ્સ યુરોપના વિવિધ પોર્ટ્સ સુધી પહોંચ્યા છે. તેમાં ચાર ભારતમાંથી, નવ ટર્કીમાંથી અને એક જ્યોર્જિયાથી મોકલાયા હતા. રશિયન ક્રૂડ આધારિત પ્રોડક્ટ્સનો યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તરફ પ્રવાહ ચાલુ રહેતા સેક્ટરમાં સાવચેતીનો માહોલ જોવા મળે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં રશિયન ક્રૂડની ઉપલબ્ધતા યથાવત રહે તેવી શક્યતા છે. PSU રિફાઇનરિઝ તરફથી પસંદગીયુક્ત ખરીદી ચાલુ રહે તેવી ધારણા છે. વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ અને સ્પોટ પ્રાઈસિંગ રિફાઇનિંગ સેક્ટરની દિશા નક્કી કરશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો વલણ રિફાઇનિંગ કંપનીઓના શેરોમાં ચાલુ રહે તેવી સંભાવના છે. કુલ મળીને રશિયન ક્રૂડ પર ભારતની નિર્ભરતા નજીકના સમયગાળામાં યથાવત રહેવાની દેખાય છે.

Spread the love

Most Popular