વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક જીઓપોલિટિકલ ટેન્શન યથાવત રહ્યું છે, ખાસ કરીને મિડલ ઇસ્ટ વિસ્તારની અનિશ્ચિતતાએ બજારમાં સાવચેતીનો માહોલ ઉભો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને કડક ચેતવણી આપતા જણાવ્યું કે જો ઇરાનને કોઈપણ પ્રકારની સૈન્ય સહાય કરવામાં આવશે તો ૫૦ ટકા સુધીના ટેરિફ લાગુ કરવામાં આવશે.
આ નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ગોલ્ડમાં મર્યાદિત ખરીદી યથાવત રહી છે. વૈશ્વિક બજારોમાં વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળે છે.
બજારના મુખ્ય પરિબળો :
અમેરિકા–ઇરાન અને ચીન વચ્ચે વધી રહેલી રાજકીય તંગદિલી બજારમાં પસંદગીયુક્ત ધોવાણ લાવી રહી છે. ટ્રમ્પે મીડિયા સમક્ષ જણાવ્યું કે ચીન ઇરાનને મિસાઇલ સપોર્ટ પૂરો પાડે છે એવા સંકેતો મળી રહ્યા છે. જો આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો અમેરિકા ‘૫૦ ટકા ટેરિફ’ના કડક પગલાં લેશે. આ નિવેદનથી વૈશ્વિક કોમોડિટી બજારમાં વધારો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઇલ ભાવોમાં તાજેતરના વધારો બાદ સપ્લાય ચેઇન પ્રેશર વધતા આંતરરાષ્ટ્રીય ધાતુ બજારમાં પણ સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ કોમોડિટી માર્કેટ હાલ રેન્જ બાઉન્ડ ચાલી રહ્યું છે. ક્રૂડ ઓઇલ માટે ઉપરની તરફ મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, જ્યારે નીચેની તરફ સપોર્ટ લેવલ અત્યંત મહત્વનો રહેશે. ગોલ્ડ માર્કેટમાં પણ વોલેટિલિટી યથાવત છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની દિશામાં ટ્રેડર્સને તક જોવા મળી શકે છે.
રોકાણ રણનીતિ :
જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે ટૂંકાગાળામાં રોકાણકારોએ સાવચેતી જાળવવી જરૂરી છે. ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે. ઉંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ ચાલુ રહેવાની શકયતા છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીની તક ઉપયોગી બની શકે છે. ગોલ્ડ અને ક્રૂડ ઓઇલ સેગમેન્ટમાં પોઝિશન જાળવવા માટે ધ્યાનપૂર્વકની દૃષ્ટિ રાખવી યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં અમેરિકાના કડક વલણ, ઇરાન–ચીન સંબંધો તથા ક્રૂડ સપ્લાય અંગેની નવી માહિતી બજારની આગળની દિશા નક્કી કરશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારે વધતા તણાવથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દબાણ વધ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા બજાર રેન્જ બાઉન્ડ પરંતુ વોલેટિલિટી ભરેલા ટ્રેડિંગ રેન્જમાં યથાવત રહે તેવી સંભાવના છે.





