May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftસોનાં–ચાંદીના ભાવમાં વોલેટિલિટી યથાવત, યુએસ–ઇરાન તણાવ વચ્ચે રોકાણકારોની સાવચેતી જરૂરી...!!!

સોનાં–ચાંદીના ભાવમાં વોલેટિલિટી યથાવત, યુએસ–ઇરાન તણાવ વચ્ચે રોકાણકારોની સાવચેતી જરૂરી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં વોલેટિલિટી યથાવત જોવા મળી છે. યુએસ અને ઇરાન વચ્ચેની સીઝફાયર ચર્ચા નિષ્ફળ થતા જીઓપોલિટિકલ તણાવ વધ્યો છે, જ્યારે ક્રૂડના વધતા ભાવો કિંમતી ધાતુઓ પર દબાણ જાળવી રહ્યા છે.

યુએસ દ્વારા હોર્મુઝ જળસંધિ સંદર્ભે આપેલ ચેતવણી બાદ બજારમાં સાવચેતીનો માહોલ વધુ ઘેરો થયો છે. ફેબ્રુઆરી બાદથી સોનામાં અંદાજે ૧૦% જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી તાજેતરના અઠવાડિયે મર્યાદિત ઉછાળા સાથે સપોર્ટ લેવલ જાળવી શકી છે.

ભારતીય બજારમાં સોમવારની શરૂઆતમાં ૨૨ કેરેટ સોનાનો ૧ ગ્રામ ભાવ ₹૧૪,૦૬૦ અને ચાંદીનો ૧ ગ્રામ ભાવ ₹૨૬૦ રહ્યો હતો.

બજારના મુખ્ય પરિબળો :

• પશ્ચિમ એશિયાના વધતા તણાવને કારણે કિંમતી ધાતુઓમાં વોલેટિલિટી યથાવત.

• યુએસ ફેડની વ્યાજદર ઘટાડાની આશા હાલ ધૂંધળી હોવાથી સોનામાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

• મજબૂત યુએસ ડોલર સેફ હેવન રૂપે સોનાની માંગને દબાવી રહ્યો છે.

• વધતા ક્રૂડ ભાવો મોંઘવારીના જોખમોને ઉકેલી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ સોનું રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ ઝોનમાં યથાવત છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ યથાવત રહેલો છે અને મજબૂત ક્લોઝિંગ બાદ જ બ્રેકઆઉટની સંભાવના બનશે. નીચેના સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા રહી શકે છે.

ચાંદીમાં છેલ્લા અઠવાડિયે મર્યાદિત ઉછાળો નોંધાયો હોવા છતાં વોલેટિલિટી ઊંચી છે અને પસંદગીયુક્ત ધોવાણ નોંધાય રહ્યું છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી રોકાણકારોને લાભ આપી શકે છે.

• ઘટાડે તબક્કાવાર ખરીદી ઉપાયકારક રહેશે.

• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી.

• વૈશ્વિક આર્થિક ડેટા અને ક્રૂડની ચાલ પર નજર રાખવી જરૂરી.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સોનાં અને ચાંદીના ભાવમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે. યુએસ–ઇરાન ચર્ચા સંબંધિત કોઇ નવા અપડેટ, યુએસ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ, ફેડ અધિકારીઓની ટિપ્પણીઓ અને ચીનના આર્થિક આંકડા બજારની દિશા નક્કી કરશે.

લાંબા ગાળાના રોકાણકારો માટે HDFC Bank તથા અન્ય વિશ્લેષકો માને છે કે કિંમતોમાં થતો ઘટાડો તબક્કાવાર ખરીદી માટે અનુકૂળ મોકો બની શકે છે, કારણ કે વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી લાંબા ગાળે સપોર્ટ પૂરો પાડશે.

Spread the love

Most Popular