May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftમધ્યપૂર્વના વધતા તણાવ વચ્ચે IMF–વર્લ્ડ બેન્ક બેઠકમાં વૈશ્વિક વૃદ્ધિ પર ઘટાડાનો દબાણ...!!!

મધ્યપૂર્વના વધતા તણાવ વચ્ચે IMF–વર્લ્ડ બેન્ક બેઠકમાં વૈશ્વિક વૃદ્ધિ પર ઘટાડાનો દબાણ…!!!

વોશિંગ્ટન ખાતે યોજાનારી IMF અને વર્લ્ડ બેન્કની બેઠક પહેલા મધ્યપૂર્વના વધતા સંઘર્ષોએ વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ વધાર્યું છે. આર્થિક વૃદ્ધિ પહેલેથી નબળાઈના તબક્કામાં છે અને નવી અનિશ્ચિતતા ઉછાળાની જગ્યાએ ઘટાડાનો જોખમ વધારી રહી છે.

યુદ્ધના પરિણામે ઊર્જા કિંમતોમાં ઉછાળો, સપ્લાય ચેઇન પર ધોવાણ અને વિકાસશીલ દેશોમાં મોંઘવારીના દબાણની ચિંતાઓ વધી રહી છે. વૈશ્વિક નીતિ નિર્માતાઓ આ પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી રહ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં IMF અને વર્લ્ડ બેન્કે ચેતવણી આપી છે કે મધ્યપૂર્વના તણાવથી વૈશ્વિક અર્થતંત્રને સૌથી વધુ અસર વિકાસશીલ અને એમર્જિંગ દેશો પર થશે. વર્લ્ડ બેન્કે વર્ષ ૨૦૨૬ માટે વૃદ્ધિનો અંદાજ ૪ ટકાથી ઘટાડીને ૩.૬૫ ટકા કર્યો છે, જ્યારે ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તે ૨.૬ ટકા સુધી ઘટી શકે છે. IMFના તાજા મૂલ્યાંકન મુજબ મોંઘવારી ૩ ટકાથી વધી ૪.૯ ટકા અને ખરાબ પરિસ્થિતિમાં ૬.૭ ટકા સુધી પહોંચી શકે છે. ખાદ્યસુરક્ષાના જોખમ ૪૫ મિલિયન લોકો સુધી વધી શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઊર્જા સેક્ટરમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે, કારણ કે તેલની કિંમત ઉંચા સ્તરે પહોંચી છે. વૈશ્વિક વોલેટિલિટી સાથે ફાઈનાન્સિયલ સેક્ટર પર દબાણ યથાવત છે, જ્યારે પરિવહન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધતા ઇંધણ ખર્ચથી પસંદગીયુક્ત ધોવાણ જણાઈ રહ્યું છે. વિકાસશીલ અર્થતંત્રોમાં ફૂડ અને ફર્ટિલાઈઝર સેગમેન્ટમાં મર્યાદિત ખરીદી યથાવત રહી છે.

રોકાણ રણનીતિ :

આ પરિસ્થિતિ વચ્ચે અર્થતંત્રોને વિશાળ ફિસ્કલ પેકેજ આપતાં પહેલા સાવચેતીની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે વ્યાપક સબસીડી કે સહાય મોંઘવારી વધારી શકે છે, તેથી ટાર્ગેટેડ અને તાત્કાલિક સહાય વધુ અસરકારક રહેશે. IMFએ ૨૦ થી ૫૦ બિલિયન ડોલરની તાત્કાલિક સહાયની જરૂરિયાત દર્શાવી છે, જ્યારે વર્લ્ડ બેન્કે ૨૫ બિલિયન ડોલર તરત અને ૭૦ બિલિયન ડોલર આગામી છ મહિનામાં ગોઠવવાની શક્યતા વ્યક્ત કરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં વૈશ્વિક નીતિ મોરચે રેન્જ બાઉન્ડ સ્થિતિ યથાવત રહી શકે છે. જિઓપોલિટિકલ તણાવ અને અમેરિકા–ચીન વચ્ચે વધતી અણબનાવને કારણે G20 જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રયત્નો મર્યાદિત અસરકારક રહી શકે છે. વધતા દેવાં અને ઘટતા રિઝર્વ વચ્ચે વિકાસશીલ દેશો માટે આ સંજોગો વધુ બેરિશ બાયસ સર્જી રહ્યા છે. દેવું પુનર્ગઠન અને લાંબા ગાળાના નીતિ સુધારા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બની રહ્યું છે.

Spread the love

Most Popular