વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વુડના તાજેતરના અભિપ્રાયો ચર્ચામાં રહ્યાં છે. તેમની દૃષ્ટિએ, પાકિસ્તાનમાં દેખાતો ઉછાળો એક ટૂંકાગાળાનો IMF ચક્ર આધારિત ટ્રેડ છે, જ્યારે ભારત લાંબા ગાળે મજબૂત વૃદ્ધિ ધરાવતું બજાર યથાવત છે.
તેમના GREED & fear ન્યૂઝલેટર મુજબ, IMFના સપ્ટેમ્બર ૨૦૨૪ના કરાર બાદ MSCI Pakistanમાં લગભગ ૮૪% ઉછાળો નોંધાયો છે, જ્યારે એ જ સમયગાળામાં પાકિસ્તાને MSCI India કરતાં ૧૨૪ પોઈન્ટ વધુ રિટર્ન આપી છે. વુડએ સમજાવ્યું છે કે આ પ્રકારની પર્ફોર્મન્સ ચક્રીય છે અને લાંબા ગાળે ભારત અગ્રણી રહ્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
વુડના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં દેખાતું મૂવમેન્ટ મુખ્યત્વે IMF બેલઆઉટ સમયગાળાની ભાવનાત્મક પરિવર્તન સાથે જોડાયેલું છે. લાંબા ગાળાના આંકડા દર્શાવે છે કે સદીની શરૂઆતથી ભારતે પાકિસ્તાન કરતાં આશરે ૬૫૩% વધારે રિટર્ન આપી છે. આનું મુખ્ય કારણ મજબૂત માક્રો ફંડામેન્ટલ્સ, સુધારાની યથાવત ગતિ અને કોર્પોરેટ આર્નિંગ્સમાં સ્થિર વૃદ્ધિ છે.
ભારતીય બજારમાં પ્રથમ ત્રિમાસિકમાં દબાણ જોવા મળ્યું છે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) તરફથી લગભગ ૧૮.૫ બિલિયન ડોલરની નફારૂપી વેચવાલી બજારની વોલેટિલિટી વધારો કરી રહી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
વુડનું માનવું છે કે ભારતે હાલ વેલ્યુએશન રીસેટનો સામનો કર્યો છે, જેના કારણે ક્વોલિટી સેક્ટરમાં મર્યાદિત ધોવાણ જોવા મળ્યું છે. ખાસ કરીને IT સેક્ટરમાં વૈશ્વિક ટેક સ્ટોક વોલેટિલિટીનો સ્પષ્ટ પ્રભાવ રહ્યો છે. પાકિસ્તાનમાં હાઈ-બીટા શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ વુડએ આને માત્ર ટૂંકાગાળાની તક તરીકે ગણાવી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ભારત માટે વેલ્યુએશન હવે પ્રી–Covid સરેરાશની નજીક છે, જેમાં નિફ્ટીનો એક વર્ષ ફોરવર્ડ PE આશરે ૧૮.૩ છે. વર્તમાન લેવલ્સ પર બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી બજાર માટે મુખ્ય પેટર્ન બની શકે છે.
રોકાણ રણનીતિ :
ભારત માટે વુડનો બુલિશ બાયસ યથાવત છે અને તેઓ એશિયા પેસિફિક પોર્ટફોલિયોમાં ભારત પર થોડું ઓવરવેઇટ પોઝિશન જાળવી રહ્યા છે. તેમનો અભિપ્રાય છે કે વૈશ્વિક મૂડી જો “રિવર્સ AI ટ્રેડ” હેઠળ મોંઘા ટેક શેરોમાંથી બહાર નીકળે, તો ભારતને લાભ મળી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ભારતના બજાર માટે સાવચેતીનો માહોલ યથાવત રહી શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી સ્ટોક્સમાં પોઝિશન જાળવવા યોગ્ય સમય ગણાય છે. પાકિસ્તાન માટે તેજી ટૂંકાગાળાની IMF ચક્ર આધારિત તક ગણાય છે, જ્યારે એરિયામાં લાંબા ગાળાની વૃદ્ધિ કહાનીમાં ભારતનું સ્થાન વધુ મજબૂત ગણાય છે.





