April 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઅમેરિકા–ઈરાન તાત્કાલિક યુદ્ધવિરામ બાદ ટેક સેક્ટરમાં મજબૂત ઉછાળો…...!!!

અમેરિકા–ઈરાન તાત્કાલિક યુદ્ધવિરામ બાદ ટેક સેક્ટરમાં મજબૂત ઉછાળો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં અમેરિકન બજારમાં સવારથી જ સકારાત્મક સેન્ટિમેન્ટ યથાવત રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ જાહેર થતાં ટેક આધારિત મેગા કેપ શેરોમાં સ્પષ્ટ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને જાણીતી “મેગ્નિફિસન્ટ સેવન” કંપનીઓમાં ગેપ-અપ સાથે મજબૂત તેજી જોવા મળી છે.

મેટા ૬%, એમેઝોન ૬.૬%, ટેસ્લા ૫.૧%, એલ્ફાબેટ ૫.૫%, એનવિડિયા ૪%, માઈક્રોસોફ્ટ ૩.૫% અને એપલ ૨% સુધી ઉપસ્યા છે. યુદ્ધવિરામની જાહેરાત પછી ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે ૧૫% જેટલો ઘટાડો નોંધાતા બજારને વધારાનો સપોર્ટ મળ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

બજારમાં થયેલો ઉછાળો મુખ્યત્વે અમેરિકા–ઈરાન યુદ્ધવિરામના પરિણામરૂપ માનવામાં આવી રહ્યો છે. આ સત્તાવાર જાહેરાત બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં વહાણ વ્યવહાર સામાન્ય થવાની ધારણા છે, જેના કારણે ઊર્જા સપ્લાઈ સંબંધિત અનિશ્ચિતતા ઘટી છે. ક્રૂડના ઘટાડાએ ઈન્ફ્લેશન અને ભાવિ વ્યાજદર અંગેની ચિંતા પણ ઓછી કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફથી પ્રાપ્ત ૧૦ મુદ્દાના પ્રસ્તાવને વાટાઘાટો માટે યોગ્ય આધાર ગણાવ્યો છે. આ વિકાસ બાદ ફેડ દ્વારા વર્ષના અંત સુધી વ્યાજદર ઘટાડાની સંભાવના બજારમાં ફરી મજબૂત થઈ છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટેક સેક્ટરે આજે મજબૂત બુલિશ બાયસ દર્શાવ્યો છે. જોકે આ શેરો તેમના તાજેતરના પીક લેવલ્સથી હજુ પણ અણગમ્યા અંતરે છે. મેટા અને માઈક્રોસોફ્ટ તેમના ઓક્ટોબર હાઈથી ૨૫%–૩૨% નીચા છે, જ્યારે ટેસ્લા ૩૦%, એમેઝોન ૧૫% અને એપલ ૧૦% જેટલા ઘટાડા વચ્ચે ટ્રેડ થઈ રહ્યાં છે.

સોફ્ટવેર સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત છે, કારણ કે AI આધારિત નવા પ્રોડક્ટ્સ અને ટેક ટ્રાન્સફોર્મેશનની અપેક્ષા હેઠળ કેટલીક કંપનીઓ પર દબાણ જોવાયું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ અમેરિકન ટેક ઇન્ડેક્સ ગેપ-અપ સાથે ખુલીને મહત્વના રેઝિસ્ટન્સ ઝોન તરફ વધતો જોવા મળી રહ્યો છે. જો દિવસના અંતે મજબૂત ક્લોઝિંગ મળે તો ટૂંકા ગાળામાં વધુ બુલિશ બાયસ બને તેવી શક્યતા છે. તેમ છતાં વોલેટિલિટી ઊંચી જળવાઈ રહેવાની શક્યતા નકારી શકાય નહીં.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલા બ્રેકડાઉન પછી આજનો ઉછાળો મુખ્યત્વે સેન્ટિમેન્ટ આધારિત ગણાઈ રહ્યો છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહી શકે છે, તેથી ટૂંકાગાળાના ટ્રેડર્સ માટે સાવચેતી અનિવાર્ય છે. ઘટાડે તબક્કાવાર ખરીદી યોગ્ય રહેશે, પરંતુ સ્ટોપલોસ સાથે જ પોઝિશન સાચવવી જરૂરી છે. ટેક સેક્ટરમાં ઊંચી વોલેટિલિટી યથાવત હોવાથી વધુ લિવરેજથી દૂર રહેવું યોગ્ય ગણાય.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, કારણ કે યુદ્ધવિરામ માત્ર બે અઠવાડિયા સુધી મર્યાદિત છે. મધ્યપૂર્વમાં પરિસ્થિતિ સ્થિર રહે છે કે નહીં તે આગામી દિવસોમાં બજારની મુખ્ય દિશા નક્કી કરશે. ફેડના વ્યાજદર અને ક્રૂડના ભાવ આગામી સપ્તાહોમાં બજારની દિશા પર મહત્વ ધરાવશે.

Spread the love

Most Popular