April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightપ્રેસ્ટિજ એસ્ટેટ્સે FY26માં ૩૦,૦૦૦ કરોડના પ્રિ-સેલ્સ પાર કર્યા...!!!

પ્રેસ્ટિજ એસ્ટેટ્સે FY26માં ૩૦,૦૦૦ કરોડના પ્રિ-સેલ્સ પાર કર્યા…!!!

વર્તમાન કારોબારી સેશનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સની કામગીરી ચર્ચામાં રહી છે. કંપનીએ FY26 દરમિયાન ૩૦,૦૨૪ કરોડના પ્રિ-સેલ્સ નોંધાવી મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. વર્ષ દીઠ સરખામણીએ આ ઉછાળો અંદાજે ૭૬ ટકા છે, જે બજારમાં વધતી રહેણાંક માંગનો સ્પષ્ટ સંકેત આપે છે.

કંપનીએ જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ૭,૬૯૭ કરોડના બુકિંગ્સ સાથે ત્રિમાસિક સ્તરે પણ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. બેંગલુરુ, NCR, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં ડિમાન્ડ યથાવત રહી છે.

કંપની વિશે :

પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સના ચેરમેન ઇરફાન રઝાકે જણાવ્યું કે મુખ્ય બજારોમાં રહેણાંક માંગ મજબૂત છે અને કંપની ક્વોલિટી, લોકેશન તથા સમયસર ડિલિવરી પર ફોકસ જાળવી રાખી છે. FY25માં મંજૂરી વિલંબને કારણે પ્રદર્શન નબળું રહ્યું હતું, પણ FY26માં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થતો જણાય છે.

લોધા ડેવલપર્ર્સે FY26માં ૨૦,૫૩૦ કરોડના બુકિંગ્સ નોંધાવ્યા છે, જો કે તેઓ પોતાના ૨૧,૦૦૦ કરોડના માર્ગદર્શક લક્ષ્ય કરતાં થોડા ઓછી સિદ્ધિ નોંધાવી શક્યા છે. ટોચના ડેવલપર્ર્સ FY26માં મળીને કુલ ૧ ટ્રિલિયનના પ્રિ-સેલ્સ પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં વોલેટિલિટી યથાવત છે. મોટા શહેરોમાં રહેણાંક માંગમાં મર્યાદિત ઘટાડો નોંધાયો છે કારણ કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશવ્યાપી ઘર વેચાણ લગભગ ૧૩ ટકા ઘટ્યું છે. તેમ છતાં બ્રાન્ડેડ ડેવલપર્ર્સ માટે બુલિશ બાયસ જળવાયેલો છે. Crisil Ratings મુજબ FY22 થી FY25 દરમિયાન ક્ષેત્રે ૨૬ ટકા CAGR નોંધાવી હતી, જે સેક્ટરને મજબૂત સપોર્ટ આપે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

રિયલ એસ્ટેટ થીમમાં પસંદગીયુક્ત ઉછાળો અને કેટલીક જગ્યાએ ધોવાણ સાથે વોલેટિલિટી યથાવત રહી છે. મોટા ડેવલપર્ર્સના શેરોમાં રેઝિસ્ટન્સ લેવલ નજીક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળે છે. નીચે સપોર્ટ લેવલ મજબૂત રહે ત્યાં સુધી બુલિશ બાયસ યથાવત રહેવાની શક્યતા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ સેક્ટર રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ સાથે આગળ વધે તેવી સંભાવના છે. મોટા શહેરોમાં પ્રિ-સેલ્સ વધે તો કિંમતોમાં ઉછાળો મર્યાદિત રહી શકે છે. પ્રેસ્ટિજ એસ્ટેટ્સે દર્શાવેલી મજબૂત પાઇપલાઇન આગામી ક્વાર્ટર્સમાં પોઝિટિવ ક્લોઝિંગ તરફ સંકેત આપે છે અને વિસ્તારવાના નવા પ્રોજેક્ટ્સ રોકાણકારોના ધ્યાનમાં છે.

Spread the love

Most Popular