HomeBusiness News - Rightયુએસ–ઇરાન તણાવમાં રાહત વચ્ચે ભારતીય બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૨૬૦૦ પોઇન્ટ ઉંચે…...!!!

યુએસ–ઇરાન તણાવમાં રાહત વચ્ચે ભારતીય બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૨૬૦૦ પોઇન્ટ ઉંચે……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. યુએસ–ઇરાન વચ્ચે તાત્કાલિક સીઝફાયર અને ક્રૂડ તેલના તીવ્ર ઘટાડાને કારણે બજારમાં બુલિશ બાયસ યથાવત રહ્યો છે. શરૂઆત ગેપ-અપ સાથે થતા સેન્સેક્સમાં આશરે ૨૬૦૦ પોઇન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં લગભગ ૭૫૦ પોઇન્ટથી વધુની તેજી નોંધાઈ છે.

આરબીઆઈ એ એમપીસી બેઠકમાં રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખતા બજારમાં વધારાની સ્થિરતા જોવા મળી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

યુએસ–ઇરાન સીઝફાયર પછી વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે, જેનાથી વોલેટિલિટી ઘટી છે. ક્રૂડ ભાવમાં લગભગ ૬ ટકા ઘટાડા બાદ ભારતીય ઇક્વિટીઝમાં ખરીદીનું મોમેન્ટમ જોવા મળ્યું છે. મોંઘવારીના દબાણમાં મર્યાદિત ઘટાડાની આશાએ બજારમાં સાવચેતીનો માહોલ તો છે, પરંતુ ખરીદી પક્ષની ક્રિયા મજબૂત છે.

આરબીઆઈ દ્વારા રેપો રેટ અને નીતિ સ્ટાન્સ યથાવત રાખવાના નિર્ણયને રિયલ એસ્ટેટ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેગમેન્ટ માટે મર્યાદિત સકારાત્મક માનવામાં આવી રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ક્રૂડના ઘટાડાનો લાભ આઈટી, એફએમસિજિ, પેઇન્ટ્સ અને એવિએશન સેક્ટર્સને મળ્યો છે. ઓટો અને કેમિકલ્સમાં પણ પસંદગીયુક્ત ખરીદી જોવા મળી છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ અપસ્ટ્રીમ ક્ષેત્રમાં ઘટાડાની સંભાવનાને કારણે સાવચેતી જરૂરી બની છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, જોકે કેટલીક સ્ક્રિપ્ટમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

નિફ્ટી માટે ૨૪,૦૦૦ પોઇન્ટનો સ્તર મજબૂત રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી રહ્યો છે. ટેકનિકલ ચાર્ટ મુજબ ૨૩,૫૦૦ અને ૨૩,૩૦૦ સપોર્ટ લેવલ મહત્વપૂર્ણ ગણાય છે. ઉપરની તરફ ૨૪,૦૦૦ ઉપરનું ક્લોઝિંગ મળે તો બ્રેકઆઉટની પુષ્ટિ થશે.

બેન્ક નિફ્ટી માટે ૫૩,૦૦૦ ઉપર ટકી રહેવું અત્યંત મહત્વનું છે, જ્યારે ૫૧,૦૦૦ સપોર્ટ ઝોન ગણાય છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રાખવી અને ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય રહે છે. ગેપ-અપ ઓપનિંગ બાદ પોઝિશન ચેઝ ન કરવા સલાહકારો સૂચવી રહ્યા છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ કરવી જોઈએ.

કંપની વિશે :

ટાઇટન, હ્યુન્ડાઈ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ફીનિક્સ મિલ્સ અને વિદ્યાવાયર્સ જેવી કેટલીક કંપનીઓએ આજના સેશનમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ટાઇટન એ ચોથા ત્રિમાસિકમાં ૪૬ ટકા વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે હ્યુન્ડાઈએ મે મહિનાથી ૧ ટકા ભાવ વધારો જાહેર કર્યા બાદ ૫ ટકા ઉછાળો નોંધાવ્યો. પ્રેસ્ટિજ એસ્ટેટ્સ એ એફવાય૨૬ માટે રેકોર્ડપ્રેસેલ્સ નોંધાવતા ૯ ટકા ઉછાળો દર્શાવ્યો છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, પરંતુ ક્રૂડના ઘટાડા અને આરબીઆઈની નીતિ યથાવત રાખવાના કારણે બુલિશ બાયસ યથાવત રહેવાની શક્યતા છે. વૈશ્વિક સમાચાર ખાસ કરીને પશ્ચિમ એશિયા તરફથી આવતા વિકાસ બજારની દિશા નક્કી કરશે.

Spread the love

Most Popular