વર્તમાન કારોબારી સેશનમાં કોમોડિટી માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહી છે અને આવા સમયમાં એનએસઇ તરફથી બ્રેન્ટ ક્રૂડ (પ્લેટ્સ) આધારિત ફ્યુચર્સ લોન્ચ કરવાની જાહેરાત માર્કેટ ભાગીદારો માટે મહત્વપૂર્ણ બની રહી છે. સેબી મંજૂરી બાદ એનએસઇ ૧૩ એપ્રિલથી આ નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ શરૂ કરશે.
આ પગલું ભારતના એનર્જી ડેરિવેટિવ્ઝ માર્કેટને વૈશ્વિક રેફરન્સ પ્રાઈસિંગ સાથે વધુ મજબૂતીથી જોડશે. બજારમાં સાવચેતીનો માહોલ હોવા છતાં ભાગીદારોને વધુ પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ મળવાની અપેક્ષા છે.
કંપની વિશે :
એનએસઇએ એસ એન્ડ પી ગ્લોબલ એનર્જીની પ્લેટ્સ ડિવિઝન સાથે સહકાર કર્યો છે. પ્લેટ્સ વિશ્વભરમાં કોમોડિટી માર્કેટ માટે પ્રાઈસ ડિસ્કવરી અને બેન્ચમાર્ક ડેટા ક્ષેત્રે જાણીતી સંસ્થા છે. હવે બ્રેન્ટ ક્રૂડ આધારિત કોન્ટ્રાક્ટ ઘરઆંગણે પ્રથમવાર રેગ્યુલેટેડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
એનએસઇના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણન અનુસાર, પ્લેટ્સ બેન્ચમાર્ક આધારિત પ્રોડક્ટ્સ દ્વારા પારદર્શક અને વૈશ્વિક સ્તરે માન્ય પ્રાઈસિંગ માધ્યમ ભારતીય માર્કેટ માટે ફાયદાકારક સાબિત થશે.
બજારના મુખ્ય પરિબળો :
• વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં તાજેતરમાં જોવા મળેલી વોલેટિલિટી યથાવત રહેતા હેજિંગ ટૂલ્સની માગમાં વધારો નોંધાયો છે.
• રિફાઈનરીઓ, આયાતકારો અને ટ્રેડર્સને કિંમતોમાં ઉછાળો-ઘટાડા વચ્ચે જોખમ સંભાળવા આવા કોન્ટ્રાક્ટ્સ મદદરૂપ થશે.
• ઘરઆંગણે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં નવા પ્રોડક્ટ્સ આવવાથી પસંદગીયુક્ત સેગમેન્ટમાં પ્રવાહમાં સુધારો થવાની શક્યતા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં રેઝિસ્ટન્સ નજીક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, જ્યારે નીચેના સપોર્ટ લેવલ પર મર્યાદિત ખરીદી ટકી રહી છે. આ વોલેટિલિટીને નિયંત્રિત કરવા માટે એનએસઇના નવા કોન્ટ્રાક્ટ્સ માર્કેટ ભાગીદારોને વધારાનો વિકલ્પ પૂરો પાડશે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ એનર્જી કોમોડિટીઝમાં યથાવત છે.
રોકાણ રણનીતિ :
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ વધુ યોગ્ય રહેશે.
• બ્રેન્ટ ક્રૂડમાં વધતી વોલેટિલિટી વચ્ચે રેન્જ બાઉન્ડ સ્ટ્રેટેજી અસરકારક બની શકે છે.
• સંસ્થાગત રોકાણકારોએ હેજિંગ પોઝિશન દ્વારા જોખમનું સંચાલન કરવું જરૂરી રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એનએસઇના નવા કોન્ટ્રાક્ટ્સ માર્કેટમાં વિશ્વસનીયતા અને પારદર્શકતા વધારશે એવી અપેક્ષા છે. વૈશ્વિક ક્રૂડ પ્રાઈસિંગ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિ ભારતીય માર્કેટમાં આ કોન્ટ્રાક્ટ્સના વોલ્યુમ અને રસને સીધી અસર કરી શકે છે. રિફાઈનરીઓ અને ટ્રેડિંગ ફર્મો માટે આ પ્રોડક્ટ્સ મહત્વપૂર્ણ સાધનરૂપ બની શકે છે.





