HomeBusiness News - Rightભારતમાં GCC ઓફિસ લીજિંગમાં મજબૂત ઉછાળો : વિદેશી કંપનીઓ દ્વારા ૯.૧ મિલિયન...

ભારતમાં GCC ઓફિસ લીજિંગમાં મજબૂત ઉછાળો : વિદેશી કંપનીઓ દ્વારા ૯.૧ મિલિયન સ્ક્વેર ફુટ સ્પેસ બુકિંગ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં દેશમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પ્રત્યે વધતું આકર્ષણ યથાવત રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં વિદેશી કંપનીઓએ રેકોર્ડ ૯.૧ મિલિયન સ્ક્વેર ફુટ ઓફિસ સ્પેસ લીજ પર લીધું છે, જે અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટર માટેનું સૌથી મજબૂત બુકિંગ ગણાય છે.

CBRE દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ ગ્રોસ લીજિંગમાં આશરે ૫%નો ઉછાળો નોંધાયો છે અને કુલ ૨૦.૭ મિલિયન સ્ક્વેર ફુટનું બુકિંગ થયું છે. મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે, કોલકાતા, અમદાવાદ અને કોચી – આ નવેય શહેરોમાં GCC સ્પેસ માટેની માંગ મજબૂત રીતે પડી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

વિદેશી કંપનીઓ ખાસ કરીને અમેરિકન કોર્પોરેશન્સ ભારતીય શહેરોમાં હાઈ-ટેક ફંક્શન્સ અને રિસર્ચ ટીમો સ્થાપિત કરી રહી છે. GCC સેગમેન્ટમાં અમેરિકન કંપનીઓનો આશરે ૭૩% હિસ્સો નોંધાયો છે. ઈ-કોમર્સ, ટેકનોલોજી અને BFSI સેક્ટરમાં વધતી પ્રવૃત્તિને કારણે ઓફિસ સ્પેસ માટેની માંગમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

CBRE મેનેજમેન્ટ જણાવે છે કે મધ્યમ કદના અને નાના GCC મોડલ ઝડપથી સ્વીકાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગ્રીન-સર્ટિફાઈડ ઓફિસ સ્પેસ અને સુવિધાસભર બિલ્ડિંગ તરફ બહુરાષ્ટ્રીય કંપનીઓનું વલણ પણ તેજી ધારણ કરી રહ્યું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેંગ્લુરુએ કુલ લીજિંગના આશરે ૨૯% હિસ્સા સાથે મજબૂત પકડ જાળવી રાખી છે, જ્યારે દિલ્હી-એનસીઆર ૨૨% અને મુંબઈ ૧૬% હિસ્સા સાથે આગળ છે. આ ત્રણેય શહેરોના સંયુક્ત હિસ્સે લગભગ ૬૭% સુધી પહોંચ્યો છે, જે પસંદગીયુક્ત માંગ અને શહેરી કોમર્શિયલ વિસ્તારની સક્રિયતાને દર્શાવે છે. કોમર્શિયલ રીઅલ એસ્ટેટ સેગમેન્ટમાં વોલેટિલિટી હોવા છતાં GCC સંબંધિત માંગમાં ઘટાડો જોવા મળ્યો નથી.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ કોમર્શિયલ ઓફિસ સેગમેન્ટમાં સપોર્ટ લેવલ મજબૂત રીતે ટકી રહ્યો છે. મોટા શહેરોમાં રીપોઝિશનિંગ અને નવા પ્રોજેક્ટ્સ માટે વધતા બુકિંગને કારણે રેઝિસ્ટન્સ ઝોનમાં બ્રેકઆઉટની શક્યતા વધતી જોવા મળી રહી છે. વોલેટિલિટી યથાવત રહેલી હોવા છતાં ક્લોઝિંગ મજબૂત મળી રહ્યું છે, જે બુલિશ બાયસ તરફ ઈશારો કરે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં GCC સેગમેન્ટમાં માંગ વધતી જ રહેવાની સંભાવના છે. મોટાભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓ AI આધારિત અને મલ્ટી-ફંક્શનલ હબ ઉભા કરવાની દિશામાં આયોજન કરી રહી છે. CBREનું અનુમાન છે કે આખા ૨૦૨૬ દરમિયાન ભારતીય કોમર્શિયલ ઓફિસ લીજિંગ પ્રવૃત્તિ મજબૂત ગતિ સાથે આગળ વધશે.

Spread the love

Most Popular