HomeBusiness News - Rightએર ઇન્ડિયા માં મોટો ઝટકો : CEO કેમ્પબેલ વિલસનનો રાજીનામો, ઓપરેશનલ પડકાર...

એર ઇન્ડિયા માં મોટો ઝટકો : CEO કેમ્પબેલ વિલસનનો રાજીનામો, ઓપરેશનલ પડકાર વચ્ચે અનિશ્ચિતતા વધતી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં એરલાઇન સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી છે અને ખાસ કરીને એર ઇન્ડિયા સંબંધિત ઘટનાક્રમને લઇને સાવચેતીનો માહોલ છે. કંપનીના CEO કેમ્પબેલ વિલસને પદ છોડતા ઉદ્યોગમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

કંપની વિશે :

ટાટા ગ્રુપ દ્વારા સરકાર પાસેથી એર ઇન્ડિયાનો ટેકઓવર થયા બાદ કેમ્પબેલ વિલસનને મેએ ૨૦૨૨માં CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ જુલાઇ ૨૦૨૭ સુધીનો હતો, પરંતુ ભારે ઓપરેશનલ દબાણ અને સતત નુકસાન વચ્ચે તેઓ હવે નોટિસ પિરિયડ પૂરી કરી રહ્યા છે. કંપની તરફથી આ અંગે કોઇ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.

તાજેતરના સમયમાં એર ઇન્ડિયા માટે પરિસ્થિતિ વધુ કઠિન બની હતી. ૧૨ જૂનની અમદાવાદ-લંડન ફ્લાઇટની દુર્ઘટના પછી વધેલી તપાસ, વિમાનનું ટેમ્પોરરી ગ્રાઉન્ડિંગ અને ઓપરેશનલ અવરોધો કંપનીની કાર્યક્ષમતા પર સીધી અસર લાવ્યા છે. આગળ વધીને ભારત-પાકિસ્તાન તણાવને કારણે પાકિસ્તાની હવાઈ માર્ગ બંધ થતા આંતરરાષ્ટ્રીય રૂટ પર ઘટાડો નોંધાયો છે. વેસ્ટ એશિયાના સંજોગોને કારણે વધેલો ફ્યુઅલ ખર્ચ અને લાંબા રુટ્સે પણ દબાણ વધાર્યું છે.

નાણાકીય પરિણામો :

એફવાય૨૫માં એર ઇન્ડિયાની સ્ટેન્ડઅલોન આવકમાં લગભગ ૧૩% ઉછાળો સાથે રૂપિયા ૬૧,૦૮૦ કરોડ સુધી વધારો થયો. જોકે કંપનીએ પોતાનું નુકસાન રૂપિયા ૫,૦૩૧ કરોડથી ઘટાડીને રૂપિયા ૩,૯૭૬ કરોડ સુધી લાવ્યું છે, તેમ છતાં ઓપરેશનલ દબાણ યથાવત રહ્યું છે. કંપનીનો બોરોઇંગ પણ ઘટાડા સાથે રૂપિયા ૨૯,૭૧૩ કરોડ નોંધાયો હતો.

પરંતુ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે સ્થિતિ ચિંતાજનક છે. એફવાય૨૫માં તેના નુકસાનમાં ચાર ગણાથી વધુ ઉછાળો આવી રૂપિયા ૫,૮૨૨ કરોડ સુધી પહોંચી ગયો છે. કંપનીનું દેવું પણ ૬૧% વધ્યું છે. ટાટા ગ્રુપ માટે એર ઇન્ડિયા હાલમાં સૌથી મોટું નુકસાન સર્જનાર બિઝનેસ યુનિટ બની ગયું છે.

બજારના મુખ્ય પરિબળો :

  • અનિશ્ચિતતા અને ઓપરેશનલ ઘટાડાને કારણે એરલાઇન સેક્ટરમાં સાવચેતીનો માહોલ
  • આંતરરાષ્ટ્રીય માર્ગોમાં ઘટાડો અને વધેલો ફ્યુઅલ ખર્ચ
  • કંપનીમાં ટોચના સ્તરે લીડરશિપ ગેપ

ભાવિ દિશા :

આગામી દિવસોમાં એરલાઇન સેક્ટર માટે વોલેટિલિટી યથાવત રહી શકે છે. ટાટા ગ્રrup દ્વારા નવા CEO ની નિમણૂક એ અગત્યનું પગલું સાબિત થશે. ઓપરેશનલ પડકારો દૂર થાય તો જ ભાવિમાં મજબૂત પોઝિશન લઇ શકાશે. સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ વચ્ચે રોકાણકારો માટે સાવચેતી અનિવાર્ય રહેશે.

Spread the love

Most Popular