HomeBusiness News - Rightઓપેક પ્લસના ઉત્પાદન વધારો પછી પણ સપ્લાય જોખમ યથાવત…...!!!

ઓપેક પ્લસના ઉત્પાદન વધારો પછી પણ સપ્લાય જોખમ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક એનર્જી માર્કેટમાં વોલેટિલિટી યથાવત છે, કારણ કે ઓપેક પ્લસે મે મહિનાથી ૨૦૬ હજાર બેરલ પ્રતિદિન ઉત્પાદન વધારો જાહેર કર્યો છે. મધ્યપૂર્વના તણાવ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓને કારણે સપ્લાય તરફ સાવચેતીનો માહોલ વધુ ઘેરો બન્યો છે, જેના પગલે બજાર મિશ્ર પ્રતિસાદ આપી રહ્યું છે.

હોર્મુઝ જળમાર્ગ ખાતે ઈરાનના વધતા દબાણને કારણે વૈશ્વિક શિપમેન્ટમાં ઘટાડો નોંધાયો છે અને તેલના ભાવોમાં બેરિશ બાયસ વચ્ચે પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

ઓપેક પ્લસના મુખ્ય સભ્યો – રશિયા, સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશોએ ઉત્પાદન વધારાને સમર્થન આપ્યું છે. પરંતુ તેહરાન-ઈઝરાઈલ તણાવ, હોર્મુઝ જળમાર્ગની અવરજવર અને પ્રોડક્શન સુવિધાઓને થયેલા નુકસાનને કારણે એનર્જી માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે.

યુક્રેન દ્વારા રશિયન તેલ સુવિધાઓ પર થયેલા હુમલાની અસરથી વૈશ્વિક સપ્લાયમાં અસ્થિરતા વધેલી છે. હોર્મુઝ માર્ગ પરથી પસાર થતો વૈશ્વિક ક્રૂડ ટ્રાન્સપોર્ટનો અડધાથી વધુ હિસ્સો અસરગ્રસ્ત રહ્યો છે, જેના કારણે કિંમતોમાં ઉછાળો અને સપ્લાય ચેઇનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રૂડ માટે ઉપરની તરફ રેઝિસ્ટન્સ મજબૂત રહ્યો છે, જ્યારે સપોર્ટ લેવલ નજીક ભાવોમાં દબાણ યથાવત છે. હાઈ-વોલેટિલિટી ઝોનમાં ટ્રેડિંગ થવાને કારણે ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – બંને પ્રવૃત્તિઓ સક્રિય જોવા મળી રહી છે.

આગામી દિવસોમાં એનર્જી માર્કેટમાં રેન્જ બાઉન્ડ ચાલી શકે છે, કારણ કે સપ્લાય તરફની અનિશ્ચિતતા અને શિપમેન્ટ રૂટ્સ પર વધતા જોખમો માર્કેટને ચોક્કસ દિશા પકડવા દેતા નથી.

રોકાણ રણનીતિ :

વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકારો માટે સાવચેતીપૂર્વક પોઝિશન મેનેજમેન્ટ જરૂરી બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધતી વોલેટિલિટી વચ્ચે ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરવું. ટૂંકા ગાળાના દૃષ્ટિકોણથી ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી મદદરૂપ થઈ શકે છે.

મર્યાદિત ખરીદી સાથે પોઝિશનમાં અનાવશ્યક વધારો ટાળવો યોગ્ય રહેશે, કારણ કે મધ્યપૂર્વ તણાવ હજી શમવાનો સ્પષ્ટ સંકેત નથી.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં એનર્જી બજાર જીઓપોલિટિકલ પરિબળો અને સપ્લાય જોખમોને ધ્યાનમાં રાખીને ‘ન્યુટ્રલ ટુ બેરિશ બાયસ’ સાથે રહી શકે છે. જો હોર્મુઝ જળમાર્ગની પરિસ્થિતિ સુધરે તો ક્રૂડની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળી શકે, પરંતુ હાલની સ્થિતિએ ભાવો ઊંચા લેવલ્સ નજીક મજબૂત રહેવાની શક્યતા વધારે છે.

Spread the love

Most Popular