HomeBusiness News - Rightબેન્કોના ગી-સેક પોર્ટફોલિયો પર વધતા યીલ્ડનો દબાણ, આરબીઆઈ પાસે રાહતની માંગ...!!!

બેન્કોના ગી-સેક પોર્ટફોલિયો પર વધતા યીલ્ડનો દબાણ, આરબીઆઈ પાસે રાહતની માંગ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ ક્ષેત્રમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ગી-સેક યીલ્ડમાં ઝડપથી વધારાને ધ્યાનમાં રાખીને બેન્કોએ આરબીઆઈ પાસે મહત્વની રાહતની માંગ કરી છે. વધેલા યીલ્ડને કારણે બેન્કોના પોર્ટફોલિયોમાં પડેલા માર્ક-ટુ-માર્કેટ નુકસાનને ચાર ક્વાર્ટરમાં ફેલાવવા બેન્કોની માંગ વધી છે.

બજારના મુખ્ય પરિબળો :

ચોથા ક્વાર્ટર દરમિયાન સરકારી બોન્ડના યીલ્ડમાં અંદાજે ૪૫ બેસિસ પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને ફેબ્રુઆરી અંતે પશ્ચિમ એશિયામાં વધેલા જીઓપોલિટિકલ તણાવને કારણે વોલેટિલિટી વધી છે. ૧૦ વર્ષના બેન્ચમાર્ક ગી-સેકનો યીલ્ડ ૬.૫૯% પરથી વધીને ૭.૦૪% સુધી પહોંચતાં બોન્ડના ભાવમાં લગભગ રૂપિયા ૩ જેટલો ઘટાડો નોંધાયો છે.

આ પરિસ્થિતિએ બેન્કોના ટ્રેઝરી પોર્ટફોલિયો પર દબાણ ઊભું કર્યું છે. ૨૦૧૮માં બનેલી સમાન પરિસ્થિતિમાં આરબીઆઈએ બેન્કોને ચાર ક્વાર્ટર સુધી નુકસાન ફેલાવવાની મંજૂરી આપી હતી, અને હવે બેન્કો ફરી એ જ રાહતની અપેક્ષા રાખી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

બોન્ડ માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહી છે. વધેલા યીલ્ડને કારણે બેન્કિંગ સેક્ટરમાં બેરિશ બાયસ જોવા મળી રહ્યો છે. જો યીલ્ડમાં વધુ ઉછાળો યથાવત રહ્યો તો બેન્કોના પોર્ટફોલિયો પર વધુ ધોવાણની શક્યતા વધી શકે છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો મોંઘવારીના દબાણને વધારી શકે છે, જેનાથી આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવાની શક્યતા વિશે બજારમાં સાવચેતીનો માહોલ છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટ્રેઝરી પોર્ટફોલિયો પરનો ઘટાડો માત્ર બેન્કોને નહીં પરંતુ આરબીઆઈને પણ અસર કરી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન આરબીઆઈએ OMO માર्फत અંદાજે ૭ લાખ કરોડ જેટલા ગી-સેકની ખરીદી કરી છે, જેના કારણે વધેલા યીલ્ડના પ્રભાવથી આરબીઆઈના ડિવિડન્ડ પર દબાણ આવી શકે છે.

બેન્કિંગ સેક્ટરમાં મર્યાદિત ખરીદી યથાવત છે, પરંતુ ટ્રેઝરી આધારિત આવક પર દબાણ રહેવાની શક્યતા છે. તેમ છતાં, બેન્કિંગ ક્ષેત્રમાં ડબલ-ડિજિટ ક્રેડિટ ગ્રોથ અને ઓછા એનપીએને કારણે મૂળ મજબૂતી યથાવત છે.

રોકાણ રણનીતિ :

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં પસંદગીયુક્ત પોઝિશન રાખવા યોગ્ય રહેશે. ટૂંકા ગાળાના ટ્રેડર્સે સ્ટોપલોસ સાથે કારોબાર કરવો જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ લાભદાયક બની શકે છે. ટ્રેઝરી સંબંધિત દબાણને કારણે નજીકના સમયમાં સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ગી-સેક યીલ્ડ અને ક્રૂડના ભાવ બજારના મુખ્ય દિશાનિર્ધારક બની શકે છે. આરબીઆઈની સંભવિત નીતિગત કડકાઈ બજારને રેન્જ બાઉન્ડ ગતિમાં રાખી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં સાવચેતી અપનાવવી જરૂરી છે, જોકે મજબૂત ફંડામેન્ટલ ધરાવતા ક્વોલિટી શેરો લાંબા ગાળે સ્થિર દેખાઈ રહ્યા છે.

Spread the love

Most Popular