HomeBusiness News - Rightચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, પરંતુ ભાવ બે લાખથી નીચે ન જાય તેવી...

ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, પરંતુ ભાવ બે લાખથી નીચે ન જાય તેવી આશા મજબૂત…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ચાંદીના ભાવમાં દબાણ યથાવત રહ્યું છે. MCX પર ચાંદીનો ભાવ આશરે ૨,૩૨,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યો છે, જે તેના સર્વકાલીન ઊંચા ૪,૨૦,૦૮૮ રૂપિયાથી લગભગ ૪૫ ટકા ઓછો છે. બજારમાં વોલેટિલિટી વચ્ચે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિશ્વ બજારમાં અમેરિકા–ઇરાન તણાવ અને કાચા તેલના ભાવમાં ઉછાળાને કારણે સેફ હેવન મેટલ્સમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચાંદીનો ભાવ બે લાખથી નીચે ન જાય તે શક્ય છે.

બજારના મુખ્ય પરિબળો :

▪ અમેરિકા–ઇરાન તણાવ બાદ કાચા તેલના ભાવમાં ઉછાળા કારણે ડોલર મજબૂત બન્યો છે, જે ચાંદી પર દબાણ સર્જે છે.
▪ જાન્યુઆરીમાં માર્જિન વધવાથી ચાંદીમાં પ્રોફિટ બુકિંગ નોંધપાત્ર પ્રમાણમાં થયું.
▪ હાલ માર્જિન ફરી ઘટાડાતા રિટેલ રોકાણકારોની તબક્કાવાર ખરીદી વધવાની આશા છે.
▪ નિષ્ણાતોના મત મુજબ ceasefireની જાહેરાત થાય તો ઔદ્યોગિક માંગ ફરી મજબૂત થઈ શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ MCX પર ૨,૩૩,૦૦૦ થી ૨,૩૪,૦૦૦ નો રેઝિસ્ટન્સ ઝોન મહત્વનો છે. જો આ લેવલ ઉપર બ્રેકઆઉટ થાય તો ભાવ ૨,૩૭,૦૦૦ થી ૨,૪૦,૦૦૦ સુધી ઉછળી શકે છે.
બીજી તરફ ૨,૩૦,૦૦૦ નું સપોર્ટ લેવલ અત્યંત મહત્વનું છે. આ લેવલ તૂટે તો ૨,૨૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦ સુધી પસંદગીયુક્ત ઘટાડો શક્ય છે.

COMEX પર ચાંદી હાલમાં ૭૧ થી ૭૩ ડોલરના રેન્જમાં રેન્જ બાઉન્ડ છે. જો ૭૪ ડોલર ઉપર મજબૂત બ્રેકઆઉટ થાય તો ભાવ ૭૬ થી ૭૮ ડોલર સુધી ઉછળી શકે છે, જ્યારે ૭૦ ડોલર નીચે બેરિશ બાયસ વધવાની સંભાવના રહેશે.

ભાવિ દિશા :

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ceasefireની જાહેરાત બાદ ઔદ્યોગિક માંગ વધવાથી ચાંદીમાં મજબૂત રિલીફ રેલી આવી શકે છે અને ભાવ ફરી ૨,૫૫,૦૦૦ નો રેઝિસ્ટન્સ તોડીને ૨,૮૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ સુધી પહોંચી શકે છે.
જો કે આ ઉછાળાં પછી વર્ષાંત સુધી પસંદગીયુક્ત ધોવાણ આવવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

▪ ઉછાળે નફારૂપી વેચવાલી અનુકૂળ રહેશે.
▪ ઘટાડે તબક્કાવાર ખરીદી કરી શકાય, પરંતુ કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે.
▪ વધતી વોલેટિલિટી ધ્યાનમાં રાખીને પોઝિશન સાઇઝ મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે.

Spread the love

Most Popular