March 31, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, March 31, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightમેટલ શેરોમાં પસંદગીયુક્ત તેજી : એમકે ગ્લોબલનું સાઈલ, જિંદાલ સ્ટીલ અને વેદાંતાને...

મેટલ શેરોમાં પસંદગીયુક્ત તેજી : એમકે ગ્લોબલનું સાઈલ, જિંદાલ સ્ટીલ અને વેદાંતાને મજબૂત વલણ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં મેટલ શેરોમાં પસંદગીયુક્ત તેજી યથાવત રહી છે, ખાસ કરીને જ્યારે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં દબાણ સર્જાયું છે.

બ્રોકરેજ એમકે ગ્લોબલના તાજેતરના રિપોર્ટ મુજબ, ફેરસ સેગમેન્ટમાં સાઈલ અને જિંદાલ સ્ટીલ માટે બુલિશ બાયસ જાળવવામાં આવ્યો છે, જ્યારે નોન-ફેરસ સેગમેન્ટમાં વેદાંતાને ટોપ પસંદગી ગણાવવામાં આવી છે.

બજારના મુખ્ય પરિબળો :

પશ્ચિમ એશિયાના તણાવને કારણે મુખ્ય વેપારી માર્ગોમાં અવરોધ સર્જાતા ફ્રેઇટ ખર્ચામાં ઉછાળો જોવા મળ્યો છે. તેના પ્રભાવથી આયાત ખર્ચા વધતા સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને મજબૂતી મળી રહી છે.

હોટ રોલ્ડ કોઇલ અને રીબરના ભાવમાં રૂપિયા ૧,૦૦૦ થી ૩,૫૦૦ પ્રતિ ટન સુધી ઉછાળો નોંધાયો છે. વર્ષના પ્રારંભથી આ ભાવોમાં અનુક્રમે ૧૬ ટકાનો અને ૨૨ ટકાનો વધારો જોવા મળ્યો છે.

ભારત લોખંડ અયસ્કના ક્ષેત્રમાં સ્વાવલંબી હોવાથી કાચા માલના ભાવ પર મર્યાદિત અસર રહી છે. પરંતુ જો જીઓપોલિટિકલ દબાણ લાંબા સમય સુધી યથાવત રહે તો ઇનપુટ ખર્ચ પર દબાણ વધી શકે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

નોન-ફેરસ સેગમેન્ટમાં એલ્યુમિનિયમની ઉપલબ્ધિ ઘટતા તેના ભાવ ૩,૨૦૦ થી ૩,૫૦૦ ડોલર પ્રતિ ટન વચ્ચે મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા વૈશ્વિક એલ્યુમિનિયમ સપ્લાયમાં લગભગ ૮ થી ૯ ટકાનો હિસ્સો ધરાવે છે, અને તાજેતરના ઘટાડાએ બજારમાં સાવચેતીનો માહોલ ઉભો કર્યો છે.

વેદાંતાને ઉચ્ચ એલ્યુમિનિયમ એક્સ્પોઝર હોવાને કારણે આવનારા ત્રિમાસિક ગાળામાં વધુ લાભ મળવાની સંભાવનાઓ છે. કંપનીની ડી-મર્જર પ્રક્રિયા પણ વેલ્યુ અનલોકિંગ માટે સકારાત્મક પરિબળ બની શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ મેટલ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત છે. નીચેના સપોર્ટ લેવલ નજીક ખરીદીઓ જોવા મળી રહી છે, જ્યારે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન નજીક નફારૂપી વેચવાલી નોંધાઈ છે.

નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨ માર્ચ પછીથી અંદાજે ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ તાજા સેશનમાં પસંદગીયુક્ત ખરીદીથી મર્યાદિત સુધારો દેખાયો હતો.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી રાખવી યોગ્ય રહેશે.

• ઘટાડે તબક્કાવાર ખરીદીથી મેટલ સેક્ટરમાં પોઝિશન બનાવી શકાય.

• વધતી વોલેટિલિટી વચ્ચે કડક સ્ટોપલોસ જાળવવો જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં મેટલ સેગમેન્ટમાં રેન્જ બાઉન્ડ વલણ રહેવાની શક્યતા જોવા મળે છે. જીઓપોલિટિકલ તણાવ અને વૈશ્વિક કોમોડિટી ભાવ બજારની દિશા નક્કી કરશે.

પસંદગીયુક્ત ક્વોલિટી કંપનીઓ – સાઈલ, જિંદાલ સ્ટીલ અને વેદાંતામાં મજબૂત વલણ યથાવત રહી શકે છે.

Spread the love

Most Popular