April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightવિન-મેડિકેર દ્વારા ભાગીદારી વેચાણની તૈયારી, ૧૫૦–૨૦૦ મિલિયન ડોલરના ડીલ પર બજારમાં ચર્ચા...

વિન-મેડિકેર દ્વારા ભાગીદારી વેચાણની તૈયારી, ૧૫૦–૨૦૦ મિલિયન ડોલરના ડીલ પર બજારમાં ચર્ચા ગરમાયેલી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ફાર્મા સેક્ટરમાં પસંદગીયુક્ત વોલેટિલિટી યથાવત રહી છે, ત્યારે વિન-મેડિકેર તરફથી ભાગીદારી વેચાણની તૈયારી અંગેની ચર્ચાએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

કંપની વિશે :

ઉમેશ મોદી ગ્રુપની વિન-મેડિકેર, જે બેટાડાઈન અને મૂવિકોલ જેવા જાણીતા બ્રાન્ડનું ઉત્પાદન કરે છે, ૧૫૦–૨૦૦ મિલિયન ડોલરની રેન્જમાં માઈનૉરિટી સ્ટેક વેચાણની પ્રક્રિયામાં છે. કંપનીએ સંભવિત રોકાણકારોને શોધવા EY ને સલાહકાર તરીકે નિમ્યું છે. બજાર સર્કલ મુજબ, અંદાજે ૧૦૦ મિલિયન ડોલરનું સેકન્ડરી વેચાણ થઈ શકે છે, જ્યારે બાકીની રકમ કંપનીના વિસ્તરણ માટે પ્રાયમરી રૂપે લાવવાની યોજના છે.

કંપની હાલ ૩,૦૦૦–૪,૦૦૦ કરોડ રૂપિયાની વેલ્યુએશનની માંગ રાખી રહી છે. વિન-મેડિકેરનો વાર્ષિક ટર્નઓવર અંદાજે ૧,૦૦૦ કરોડ રૂપિયા આસપાસ છે, જ્યારે એશિયા અને આફ્રિકામાં તેનો વિતરણ નેટવર્ક મજબૂત ગણાય છે.

બજારના મુખ્ય પરિબળો :

ફાર્મા સેગમેન્ટમાં પ્રાઈવેટ ઇક્વિટી ફંડ્સની વધતી ભાગીદારી, હેલ્થકેર સર્વિસીસમાં ઉછાળો અને ઈનોવેશન પર વધતું ધ્યાન – આ બધા પરિબળો સાથે સેક્ટરમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. વેલ્યુએશન સ્તર ઉંચા હોવાને કારણે કેટલાંક ફંડ હાઉસ તરફથી પસંદગીયુક્ત રોકાણનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીના વલણ સાથે ભાગીદારી વેચાણની પ્રક્રિયા આગળ વધી રહી છે.

કંપનીના પોર્ટફોલિયોમાં મેડરમા, જંગલ ફોર્મ્યુલા, ફીટ તથા ફિઝિયોમર જેવા પ્રોડક્ટોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં સ્થિત તેની સબસિડિયરી ઉત્પાદન ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

નાણાકીય પરિણામો :

વિન-મેડિકેરે FY25માં ૯૮૧.૬૭ કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના ૯૧૮.૬૯ કરોડ રૂપિયાની સરખામણીએ મર્યાદિત ઉછાળો દર્શાવે છે. નફામાં સુધારો નોંધાયો છે અને કંપનીએ ૧૧.૬૩ કરોડ રૂપિયાનો નફો કમાવ્યો હતો. આ મજબૂત નાણાકીય કામગીરી ભાગીદારી વેચાણ પ્રત્યે રોકાણકારોની રસદારી વધારી રહી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ફાર્મા સેક્ટર રેન્જ બાઉન્ડ રહી શકે છે કારણ કે પ્રાઈવેટ ઇક્વ્તિ ફંડ્સ તરફથી પસંદગીયુક્ત ધોવાણ અને પ્રોફિટ બુકિંગનું વલણ ચાલુ રહેવાની શક્યતા છે. હેલ્થકેર ઉદ્યોગમાં વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત હોવા છતાં, ઊંચી વેલ્યુએશન રેન્જ રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જાળવી રાખશે.

Spread the love

Most Popular