April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightરાજપુતાના સ્ટેઈનલેસ IPO : RHPમાં દર્શાવાયેલા ૧૦ મુખ્ય જોખમો વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો...

રાજપુતાના સ્ટેઈનલેસ IPO : RHPમાં દર્શાવાયેલા ૧૦ મુખ્ય જોખમો વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

રાજપુતાના સ્ટેઈનલેસનું IPO ૯ માર્ચથી ખુલવા જઈ રહ્યું છે અને હાલના બજાર પરિસ્થિતિમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. પ્રાઈસ બેન્ડ ૧૧૬ થી ૧૨૨ રૂપિયાના રેંજમાં નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલ શૂન્ય નજીક હોવાથી લિસ્ટિંગ લાભ મર્યાદિત રહે તેવી ધારણા છે. કંપનીના RHPમાં ૧૦ મુખ્ય જોખમો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેને રોકાણ પહેલાં સમજવા યોગ્ય ગણાય છે.

આ IPOનું કુલ કદ ૨૫૪.૯૮ કરોડનું છે જેમાંથી ૧૭૮.૭૩ કરોડનો ઉપયોગ ગુજારાતના પંચમહાલમાં મેન્યુફેક્ચરિંગ એક્સપાન્શન તથા બોરોવિંગ રિપેમેન્ટ માટે થવાનો છે.

કંપની વિશે :

રાજપુતાના સ્ટેઈનલેસ લાંબા અને ફ્લેટ સ્ટેઈનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. ઉદ્યોગ હાઈ વોલ્યુમ અને લો માર્જિન વાળો હોવાથી કંપની માટે સતત આવક વૃદ્ધિ અને મજબૂત નફાની સ્થિતિ જાળવી રાખવી પડકારરૂપ હોઈ શકે છે. હાલ કંપની એક જ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર આધારિત છે, જેના કારણે કોઈપણ વિઘ્નથી વેચાણ પર તાત્કાલિક અસર થઈ શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

RHP મુજબ કંપની માટે મોટો જોખમ ટોચના ગ્રાહકો અને સપ્લાયરો પર નિર્ભરતા છે. ટોચના ૧૦ ગ્રાહકોમાંથી કોઈનો ઓર્ડર ઘટે તો કંપનીની આવક પર સીધી અસર પડે છે. તે જ રીતે, ટોચના સપ્લાયર તરફથી વિક્ષેપ આવે તો કાચામાલની અછત ઉભી થઈ શકે છે. પ્રદેશવાર વેચાણમાં મહારાષ્ટ્ર, ગુજારાત અને ઉત્તર પ્રદેશનો મોટો હિસ્સો હોવાથી સ્થાનિક સ્તરે માંગમાં ઘટાડો આવ્યા પર પણ ધોવાણ સર્જાઈ શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

કંપની પાસે ૧૨૦.૮૨ કરોડની કન્ટિજન્ટ લાયબિલિટીઝ છે, જે તેના નેટવર્થના આશરે ૬૮.૪૦ ટકા જેટલી છે. ટેકનિકલ ચાર્ટ મુજબ આવી ઊંચી લાયબિલિટીઝ કંપનીના ફાઇનાન્સિયલ સપોર્ટ લેવલને નબળો બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેગેટિવ કેશ ફ્લો રહેતાં બેરિશ બાયસ યથાવત રહ્યો છે, જે રોકાણકારોને સાવચેતી તરફ દોરે છે.

ભાવિ દિશા :

સ્ટીલ ઉદ્યોગની સાયક્લિકલ નેચર, ઇનપુટ કૉસ્ટમાં વધારાનો જોખમ અને મોંઘવારીના દબાણને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં કંપની માટે રેન્જ બાઉન્ડ ચાલવાની સંભાવના છે. ઘણા રોકાણકારો ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અપનાવી શકે છે. GMP પરથી હાલ કોઈ વિશેષ ઉછાળાનો સંકેત મળતો નથી, તેથી IPOમાં ભાગ લેતા રોકાણકારોએ સાવચેતી રાખવી યોગ્ય ગણાય છે.

Spread the love

Most Popular