May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૧૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૫૧૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૨૪૬ સામે ૮૩૨૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૯૬ સામે ૨૫૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૨૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝ્ડ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના શુભેચ્છક નહીં બનવાના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું હતું, તેમજ વૈશ્વિક બજારોમાં નબળા સેન્ટિમેન્ટ, ખાસ કરીને અમેરિકન અને એશિયન બજારોમાં અનિશ્ચિતતાઓએ ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર કરી. ઉપરાંત, ઊંચા મૂલ્યાંકન પછી પ્રોફિટ બુકિંગ અને કેટલાક સેક્ટરોમાં નબળી ખરીદીની પ્રવૃત્તિ સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલી થવાથી બજારમાં દબાણ વધ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના વેપારમાં વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા અને ધાતુ આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જેના કારણે ભારતીય મૂડી બજારમાંથી નબળા ઇક્વિટી અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે નુકસાન મર્યાદિત રહ્યું હતું. જોકે, ગ્રીનલેન્ડ પર યુરોપિયન યુનિયનના આઠ સભ્યો પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ ધમકી વચ્ચે મુખ્ય વિદેશી હરીફો સામે અમેરિકન ચલણમાં વેચાણ-ઓફ દ્વારા કેટલાક ઘટાડા મર્યાદિત રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૭૪% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કેપિટલ ગુડ્સ,  કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસીસ, ફોકસ્ડ આઈટી અને પાવર સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૦૩ અને વધનારની સંખ્યા ૭૮૦ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં એકમાત્ર એચડીએફસી બેન્ક ૦.૩૮% વધ્યો હતો, જ્યારે મુખ્યત્વે ઈટર્નલ ૪.૦૨%, બજાજ ફાઈનાન્સ ૩.૮૮%, સન ફાર્મા ૩.૬૮%, ઈન્ડિગો ૩.૦૪%, ટ્રેન્ટ લિ. ૨.૮૯%, એશિયન પેઈન્ટ ૨.૮૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૮૩%, બજાજ ફિનસર્વ ૨.૮૧%, ટાટા સ્ટીલ ૨.૫૦%, અદાણી પોર્ટ્સ ૨.૪૦%, ટેક મહિન્દ્રા ૨.૩૨% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૬% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૯.૮૬ લાખ કરોડ ઘટીને ૪૫૫.૮૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧ કંપની વધી અને ૨૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા યુરોપના દેશો પર ટેરિફ લગાવવાના પગલાંથી વૈશ્વિક ટ્રેડ વોરની શક્યતા વધતા ભારતીય શેરબજારમાં ટૂંકાગાળે અસ્થિરતા વધવાની સંભાવના છે. ખાસ કરીને યુરોપ પર આધારિત ભારતીય કંપનીઓ, જેમ કે ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગૂડ્સ, મેટલ્સ અને કેમિકલ સેક્ટરમાં દબાણ જોવા મળી શકે છે. યુકે અને જર્મનીને મોટો ફટકો પડવાની શક્યતા હોવાથી ત્યાંથી આવતી ડિમાન્ડમાં ઘટાડો થાય તો ભારતીય એક્સપોર્ટરોની આવક પર અસર પડી શકે છે. આ કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં ઊંચા લેવલ પર પ્રોફિટ બુકિંગ અને કરેકશન જોવા મળી શકે છે, ખાસ કરીને મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં વોલેટિલિટી વધારે રહેવાની શક્યતા છે.

બીજી તરફ, લાંબા ગાળે જો યુરોપ-અમેરિકા વચ્ચેનો વેપાર વિવાદ વધે છે તો ભારતીય બજાર માટે કેટલીક તક પણ ઊભી થઈ શકે છે. અમેરિકા અને યુરોપ વચ્ચે સપ્લાય ચેઇન ખોરવાય ત્યારે વૈકલ્પિક સપ્લાયર તરીકે ભારતને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને ફાર્મા, આઈટી સર્વિસિસ, ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. ઉપરાંત, વૈશ્વિક અનિશ્ચિતતા વધે ત્યારે વિદેશી રોકાણકારો સુરક્ષિત અને ગ્રોથ ઓરિએન્ટેડ માર્કેટ તરીકે ભારત તરફ વળે તેવી શક્યતા રહે છે. તેથી ટૂંકા ગાળે બજારમાં દબાણ રહે છતાં, મજબૂત ફંડામેન્ટલ ધરાવતી ભારતીય કંપનીઓમાં લાંબા ગાળે રોકાણકારો માટે તકો ઊભી થવાની સંભાવના નકારી શકાય નહીં.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular