રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૩૮૨ સામે ૮૩૬૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૪૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૫૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૭૧૯ સામે ૨૫૭૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૭૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૭૫૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે ભારતીય શેરબજારોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી નિર્ણાયક રીતે વધ્યા, કારણ કે ઇન્ફોસિસના મજબૂત કમાણીના આશ્ચર્યે જોખમ લેવાની ક્ષમતા ફરી શરૂ કરી અને હેવીવેઇટ આઇટી શેરોમાં તીવ્ર વધારો થયો,જેમાં અન્ય પરિબળોનો પણ સમાવેશ થાય છે. તેજીએ સેન્સેક્સ અને નિફ્ટીને નવા ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તરે, તાજેતરના સાવચેતીને ઉલટાવી દીધી અને સત્ર માટે તેજીનો સૂર સેટ કર્યો.વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેકશનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.રિકવર થતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, શુક્રવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયાએ અમેરિકન ડોલર સામે તેની નબળાઈ વધારી, જેનું મુખ્ય કારણ મૂડી બજારોમાંથી વિદેશી ભંડોળનો અવિરત પ્રવાહ હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ. ૪,૭૮૧ કરોડના ઇક્વિટી વેચ્યા,એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે.ગુરુવારે જાહેર થયેલા ડેટા દર્શાવે છે કે ભારતની વેપાર ખાધ ડિસેમ્બર ૨૦૨૫માં થોડી વધીને $૨૫.૦૪બિલિયન થઈ ગઈ છે, જે નવેમ્બરમાં $૨૪.૫૩ બિલિયન અને ડિસેમ્બર ૨૦૨૪માં $૨૨બિલિયન હતી. દરમિયાન, અપેક્ષા કરતાં વધુ સારા સાપ્તાહિક યુએસ બેરોજગારી દાવાઓના ડેટાએ અપેક્ષાઓને વેગ આપ્યો છે કે ફેડરલ રિઝર્વ આગામી કેટલાક મહિનાઓ માટે દરોને હોલ્ડ પર રાખશે, જ્યારે એટલાન્ટા ફેડના પ્રમુખ રાફેલ બોસ્ટિક અને કેન્સાસ સિટી ફેડના પ્રમુખ જેફ સ્મિડની આક્રમક ટિપ્પણીઓએ પણ રૂપિયાની ભાવનાને નબળી પાડી છે. જોકે, ક્રૂડ ઓઇલના નીચા ભાવ, મજબૂત સ્થાનિક ઇક્વિટી અને નબળા અમેરિકન ચલણને કારણે રૂપિયામાં વધુ ઘટાડો મર્યાદિત રહ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રજાને કારણે ગુરુવારે વિદેશી વિનિમય બજારો બંધ રહ્યા હતા.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૪૭ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે બુધવારે તેના અગાઉના બંધ ૯૦.૩૪ થી ૧૩ પૈસા નબળું છે. ચલણ અનુક્રમે ૯૦.૪૭૭૫ અને ૯૦.૩૭ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, પાવર કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને હેલ્થકેર સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૩૯૭ અને વધનારની સંખ્યા ૧૮૭૪ રહી હતી, ૨૩૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટેક મહિન્દ્રા ૫.૬૨%,ઈન્ફોસીસ લીમીટેડ ૫.૪૨%,એચસીએલ ટેકનોલોજી ૨.૪૭%,એચડીએફસી એએમસી ૧.૫૩%,ટાટા કન્ઝ્યુમર ૧.૨૫%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૧૧%,કોલ્પાલ ૦.૬૯%,ભારત ફોર્જે ૦.૬૧%,એચડીએફસી બેંક ૦.૪૬%,ગ્રાસીમ ૦.૩૪% વધ્યા હતા, જ્યારે સિપ્લા લીમીટેડ ૨.૬૩%,વોલ્ટાસ ૨.૨૧%,સન ફાર્મા ૨.૦૮%,હવેલ્સ્સ ઇન્ડિયા ૧.૦૪%,એસબીઆઈ કાર્ડ્સ ૦.૮૪%ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને બાનમાં લેવાની અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક રણનીતિએ ફરી ઘણા નાના દેશોનું અસ્તિત્વ જોખમમાં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવી ચૂકેલા ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ છે અને વિશ્વના ઓઈલ ભંડારો પર કબજે કરતાં જઈ વિશ્વની ઓઈલ સપ્લાય-પુરવઠા પર પોતાનું નિયંત્રણ મેળવીને અમેરિકાને ફરી મહાસત્તા તરીકે પુન:પ્રસ્થાપિત કરવાનો અને વિશ્વ ન માને તો ત્રીજા વિશ્વ યુદ્વમાં લઈ જવાનો ખતરનાક ખેલ ખેલવાનું શરૂ કર્યું છે.ભારતે અમેરિકાની આ દાદાગીરી સામે નહીં ઝુંકવાની રણનીતિ અપનાવી સસ્તું ઓઈલ જે દેશો પાસેથી મળશે એ ખરીદવાની બતાવેલી મકક્મતાને જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ વણસવાની પૂરી શકયતા છે.
હવે કોર્પોરેટ પરિણામોની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે કંપની પરિણામો બજાર પર ખાસ પોઝિટીવ અસર લાવી શકે એવી શકયતા ઓછી છે. ઉછાળા આવશે તો પણ ઉભરા જેવા નીવડી શકે છે. અમેરિકા, ઈરાન, વેનેઝુએલા, ચાઈના-તાઈવાન, રશીયા-યુક્રેન પર નજર અને આ વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી અને અથડાતા જોવાઈ શકે છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલો,ઊંચા મૂલ્યાંકન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે નજીકના ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે. આવા વાતાવરણમાં ઇન્ડેક્સ આધારિત તેજી કરતાં સેક્ટર-સ્પેસિફિક અને સ્ટોક-સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







