May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૮૮ સામે ૮૫૨૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૦૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૬૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૯૦ સામે ૨૬૩૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૩૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૪૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ તેજીના પોઝિટીવ ટ્રેન્ડે વિદાય લીધા બાદ વર્ષ ૨૦૨૬ના બીજા દિવસે ભારતીય શેર બજારોમાં તેજી જોવા મળી હતી.વિદેશી ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને અવિરત ખરીદીના સપોર્ટના પરિણામે સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં તેજી રહી હતી.સરકારે તંબાકુ ઉત્પાદનો-સિગારેટ પરની એક્સાઈઝમાં ધરખમ વધારો કરતાં ફંડોએ એક તરફ સિગારેટ કંપનીઓ-એફએમસીજી શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સામે ડિસેમ્બર મહિનામાં મહિન્દ્રા સહિતના વાહનોના વેચાણના સારા આંકડાએ ઓટોમોબાઈલ, મેટલ શેરોમાં ખરીદી કરતાં બજારને ઘટાડે ટેકો  મળ્યો હતો. વૈશ્વિક મોરચે પણ આજે રજાના માહોલ વચ્ચે બજારોમાં નિરસતા છવાયેલીરહી હતી. અમેરિકી ડોલરના ૨૦૧૭ બાદ ૨૦૨૫માં સૌથી વધુ ધોવાણ અને ભારતીય રૂપિયો પણ નબળો પડયો હોઈ નવા વર્ષમાં વ્યાજ દરમાં તોળાતા વધુ ઘટાડા છતાં આર્થિક મંદીનો ભય ઝળુંબી રહ્યો હોઈ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની અનિશ્ચિતતાએ શેરોમાં નવી મોટી ખરીદીમાં ફંડો સાવચેત રહ્યા હતા.ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીની ચાલ જોવાઈ હતી. સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. 

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૯૦ સ્તરને સુરક્ષિત રાખવામાં આવતા શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સ્થિર રહ્યો હતો. મજબૂત સ્થાનિક શેરબજાર અને નબળા અમેરિકન ચલણને કારણે સ્થાનિક એકમને થોડો ટેકો મળ્યો.યુએસ નાણાકીય નીતિ પર વધુ સંકેતો માટે વેપારીઓ હવે આગામી સપ્તાહના યુએસ પેરોલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ફેડ નેતૃત્વ તરફ પણ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે, ટ્રમ્પ આ વર્ષની શરૂઆતમાં જેરોમ પોવેલના અનુગામીની નિમણૂક કરે તેવી અપેક્ષા છે, કારણ કે બજારો વધુ અસ્પષ્ટ નિમણૂક માટે અનુમાન લગાવી રહ્યા છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર ફાઈનાન્સ,એફએમસીજી, બેંકિંગ ,હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૨૭૮૦ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે વોલ્ટાસ લીમીટેડ ૩.૪૯%,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૨.૪૪%,ગ્લેનમાર્ક ફાર્મા ૨.૨૧%,ઓરબિંદો ફાર્મા ૧.૮૬%,હવેલ્લ્સ ઇન્ડિયા ૧.૫૭%,બીએસઈ લીમીટેડ ૧.૫૩%,અદાની ગ્રીન ૧.૧૮%,એસબીઆઈ લાઈફ ૧.૦૪%,જીન્દાલ સ્ટીલ ૧.૦૩%,હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૨%,ભારત ફોર્જે ૦.૮૮%,ઈન્ફોસીસ ૦.૫૭%,સિપ્લા લીમીટેડ ૦.૫૨ વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક ૧.૫૪%,શ્રીરામ ફાઈનાન્સ ૦.૬૬%,ટાટા કન્ઝ્યુમર ૦.૫૬%,એક્સીસ બેંક ૦.૫૨%,ભારતી ઐરટેલ ૦.૧૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે વ્યાજદર, ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી મૂડી પ્રવાહ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. તેમ છતાં, ચીનની વૈશ્વિક અસર ધીમે ધીમે ઘટતી જતાં ભારત માટે વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હબ બનવાની તક વધી રહી છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે.એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે.

વર્ષાંતે પોર્ટફોલિયોમાંથી નબળા શેરોને એક્ઝિટ આપીને ફંડો છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી કરી રહ્યા હોઈ અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થયા છે. વર્ષ ૨૦૨૬માં વૈશ્વિક પડકારોની સાથે કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ આરંભિક દિવસો કઠીન બની રહેવાની પૂરી શકયતા છે. જેથી શેરોમાં હાલ તુરત નવી મોટી ખરીદીમાં સાવચેત રહી સિલેક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. અમેરિકા સાથે ટેરિફ મામલે ટ્રેડ ડિલ ન થાય અને વૈશ્વિક યુદ્વનો વંટોળ શાંત થઈ કોઈ સ્પષ્ટ સ્થિરતાનો સંકેત ન આપે ત્યાં સુધી જે તે શેરો સસ્તા સમજીને રોકાણ દોટ મૂકવી હિતાવહ નથી. 

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular