ભારતીય અર્થવ્યવસ્થા માટે FY27 વૃદ્ધિનો અંદાજ ૬.૮ ટકા, પરંતુ જોખમો યથાવત..!!!
ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અંગે તાજેતરમાં વધુ એક સકારાત્મક અંદાજ સામે આવ્યો છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતના વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭ ટકાથી વધારીને ૬.૮ ટકા કર્યો છે. જોકે આ વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૬માં નોંધાયેલી ૭.૬ ટકાની વૃદ્ધિ કરતાં ધીમી રહેવાની અપેક્ષા છે.
વૃદ્ધિના આધાર તરીકે સ્થાનિક Consumption, સરકારી ખર્ચ અને રોકાણની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારતની મોટી સ્થાનિક બજાર ક્ષમતા અને ઘરેલુ માંગ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અર્થવ્યવસ્થાને આધાર આપી રહી છે.
પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૭માં કેટલાક નવા પડકારો ઊભા થઈ શકે છે. મધ્યપૂર્વમાં તણાવ, કાચા તેલના ઊંચા ભાવ અને હવામાન સંબંધિત જોખમો વૃદ્ધિ પર અસર કરી શકે છે. ખાસ કરીને કાચા તેલની લાંબી તેજીથી આયાત ખર્ચ અને મોંઘવારી બંને વધી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે પણ તાજેતરની નાણાકીય નીતિમાં રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે વૃદ્ધિનો અંદાજ ૬.૭ ટકા રાખ્યો છે. આરબીઆઈનો અભિગમ દર્શાવે છે કે વૃદ્ધિ મજબૂત હોવા છતાં વૈશ્વિક અને ઊર્જા સંબંધિત જોખમો પર નજર રાખવી જરૂરી છે.
ભારતીય શેરબજાર માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ મહત્વપૂર્ણ છે કારણ કે મજબૂત જીડીપી વૃદ્ધિ સામાન્ય રીતે કંપનીઓની આવક અને નફાની વૃદ્ધિ માટે સકારાત્મક આધાર આપે છે.
હાલની સ્થિતિમાં ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા વૈશ્વિક જોખમો સામે મુખ્ય રક્ષણ બની રહી છે. જો Consumption અને ખાનગી રોકાણ મજબૂત રહે અને કાચા તેલમાં સ્થિરતા આવે તો ૬.૮ ટકાની વૃદ્ધિનો અંદાજ આગળ પણ જળવાઈ શકે છે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.