વીમા ક્ષેત્રે નવી ક્રાંતિ : ૨૦૪૭ સુધીમાં દરેક ભારતીયને વીમા સુરક્ષાનું લક્ષ્ય...!!
Het Pathak
Guest Expert
‘સૌથી પહેલાં વીમો’થી ‘સૌના માટે વીમો’ તરફ ભારતની આગેકૂચ : આર્થિક સુરક્ષા, નાણાકીય સમાવેશ અને વિકસિત ભારતના નિર્માણમાં વીમા ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા. ..!!
ભારત વિશ્વ ની અગ્રણી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના દરેક નાગરિકની આર્થિક અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ બની છે. બદલાતી જીવનશૈલી, વધતી મોંઘવારી, આરોગ્ય સારવારના વધતા ખર્ચ અને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે વીમો હવે માત્ર એક નાણાકીય પ્રોડક્ટ નહીં, પરંતુ પરિવાર ની આર્થિક સુરક્ષાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહ્યો છે.
ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘Insurance for All by 2047’ એટલે કે દરેક નાગરિકને યોગ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે. ભારતની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશના નાગરિકો અને વ્યવસાયોને યોગ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.
ભારતમાં સામાન્ય રીતે લોકો રોકાણ, સોનું, જમીન, મકાન, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં સંપત્તિ સર્જનને પ્રાથમિકતા આપે છે. પરંતુ પરિવારની આર્થિક સુરક્ષા માટે પૂરતો વીમો લેવાની બાબતમાં હજુ પણ જાગૃતિ વધારવાની જરૂર છે.
વીમા ઉદ્યોગ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘Sabse Pehle Life Insurance’ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જીવન વીમાનું મહત્વ સમજાવવાનો અને નાણાકીય આયોજનમાં આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો છે.
પરિવારમાં આવક મેળવનાર મુખ્ય વ્યક્તિનું અણધાર્યું અવસાન થાય તો પરિવારની નિયમિત આવક, બાળકોનું શિક્ષણ, સંતાનોના લગ્ન, હોમલોન અને નિવૃત્તિનું આયોજન ખોરવાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પૂરતો જીવન વીમો પરિવારને આર્થિક મુશ્કેલીઓ સામે રક્ષણ પૂરું પાડી શકે છે.
સંપત્તિનું સર્જન જેટલું જરૂરી છે, તેટલું જ સર્જેલી સંપત્તિ અને આવકનું રક્ષણ કરવું પણ જરૂરી છે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં સૌના માટે વીમો IRDAI દ્વારા વર્ષ ૨૦૨૨માં જ ભારતની સ્વતંત્રતાની શતાબ્દીને ધ્યાનમાં રાખીને સર્વવ્યાપી વીમા સુરક્ષાની દિશામાં પહેલ કરવામાં આવી હતી.
IRDAI આ વિઝનને સાકાર કરવા માટે નીચેના મુદ્દાઓ મહત્વપૂર્ણ બની રહેશે.
દરેક પરિવારને યોગ્ય જીવન અને આરોગ્ય વીમા સુરક્ષા.
ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં વીમા સેવાઓનો વ્યાપ વધારવો.
સામાન્ય નાગરિકોને પરવડે તેવી વીમા યોજનાઓ ઉપલબ્ધ કરાવવી.
ડિજિટલ ટેકનોલોજી દ્વારા વીમા ખરીદી અને ક્લેમ પ્રક્રિયા સરળ બનાવવી.
નાના વેપારીઓ, ખેડૂતો અને ઉદ્યોગોને આર્થિક જોખમો સામે સુરક્ષા આપવી.
વીમાધારકોના હિતોનું રક્ષણ અને પારદર્શક વીમા વ્યવસ્થા વિકસાવવી.
જીવન, અકસ્માત, આરોગ્ય અને કૃષિ સંબંધિત જોખમો સામે આ યોજનાઓ પોતાની પાત્રતા અને નિર્ધારિત શરતો અનુસાર સુરક્ષા આપે છે. સરકારી યોજનાઓની સાથે ખાનગી અને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓનો વ્યાપ વધવાથી નાણાકીય સમાવેશને વધુ પ્રોત્સાહન મળી શકે છે.
વીમા ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ આગામી વર્ષોમાં ભારતીય વીમા ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહેશે. બિમા સુગમ (Bima Sugam), બિમા વિસ્તાર (Bima Vistaar) અને બિમા વાહક (Bima Vahak) જેવી પહેલો વીમાને વધુ સરળ, સુલભ અને વ્યાપક બનાવવાની સંકલ્પના ધરાવે છે.
ઓનલાઇન પોલિસી ખરીદી, ડિજિટલ દસ્તાવેજીકરણ, વિવિધ વીમા યોજનાઓની સરખામણી અને ક્લેમ પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ ગ્રાહકો માટે લાભદાયી બની શકે છે....
વીમાધારકોની ફરિયાદોના નિવારણ માટે IRDAIનું બિમા ભરોસા પોર્ટલ પણ કાર્યરત છે, જે ગ્રાહકોને ફરિયાદ નોંધાવવા અને તેની સ્થિતિ જાણવા માટે સુવિધા પૂરી પાડે છે.
જીવનમાં સંપત્તિનું સર્જન એ સફળતા છે, પરંતુ અણધાર્યા સંજોગોમાં પરિવાર અને સંપત્તિનું રક્ષણ એ સાચી નાણાકીય સમજદારી છે...!!
સૌથી પહેલાં વીમો... પછી રોકાણ... અન જીવનભર આર્થિક સમૃદ્ધિ...!!
આ લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારો, અભિપ્રાયો અને વિશ્લેષણ મારા વ્યક્તિગત અભ્યાસ, અનુભવ અને સમજ પર આધારિત છે. આ લેખનો મુખ્ય હેતુ વીમા અંગે જનજાગૃતિ, નાણાકીય સાક્ષરતા અને આર્થિક સુરક્ષાનું મહત્વ સમજાવવાનો છે. તેને કોઈ ચોક્કસ વીમા યોજના ખરીદવા કે રોકાણ કરવાની ભલામણ તરીકે ગણવો નહીં. વાચકોએ પોતાની આર્થિક પરિસ્થિતિ, જરૂરિયાતો અને જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તથા અધિકૃત વીમા સલાહકારનું માર્ગદર્શન મેળવીને નિર્ણય લેવો.
Disclaimer :
The views expressed in this article are based solely on my personal observations and experience. Neither Investment Point nor Nikhil Bhatt has any involvement in its preparation or content.
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.