ટર્મ પ્લાન કોઈ પ્રોડક્ટ નથી, તમારા પરિવારની સુરક્ષા છે!
Het Pathak
Guest Expert
ટર્મ પ્લાન કોઈ પ્રોડક્ટ નથી, તમારા પરિવારની સુરક્ષા છે!

તમે આખી જિંદગી તમારા પરિવાર માટે મહેનત કરો છો. બાળકોનું ભવિષ્ય બનાવો છો, ઘરનું સપનું પૂરું કરો છો અને પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવા દિવસ-રાત એક કરો છો. પરંતુ એક સવાલનો જવાબ આપો—જો આવતીકાલે તમે જ ન હો, તો તમારા પરિવારની જવાબદારી કોણ નિભાવશે?
ઘરનો હપ્તો કોણ ભરશે? બાળકોના શિક્ષણનો ખર્ચ કોણ ઉપાડશે? તમારા જીવનસાથીનું ભવિષ્ય કોણ સુરક્ષિત કરશે? જે પરિવાર તમારી આવક પર નિર્ભર છે, તે તમારી ગેરહાજરીમાં કેવી રીતે જીવશે?
આ સવાલો કડવા છે, પણ હકીકત છે.
ઘણા લોકો વીમો લેવાનું વિચારે ત્યારે પહેલો સવાલ પૂછે છે, “પૈસા પાછા કેટલા મળશે?” પરંતુ એક વાર એવો પણ સવાલ પૂછો કે તમારા ગયા પછી તમારા પરિવારને કેટલા પૈસાની જરૂર પડશે?
ટર્મ પ્લાન કોઈ સામાન્ય પ્રોડક્ટ નથી, ન તો માત્ર પૈસા ચૂકવવાની યોજના છે. તે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સહારો આપી શકે એવું સુરક્ષા કવચ છે. યોગ્ય ટર્મ પ્લાન હેઠળ, પોલિસીની શરતો અનુસાર, તમારા મૃત્યુના કિસ્સામાં પરિવારને વીમાની રકમ મળી શકે છે.
આજે તમે કહેશો કે “હું તો હજી યુવાન છું”, “મને કંઈ નહીં થાય” અથવા “હજુ ઘણો સમય છે.” પરંતુ જીવન કોઈને અગાઉથી જાણ કરતું નથી. પરિવારની જવાબદારી માત્ર કમાણી કરવા પૂરતી નથી, પરંતુ પોતાની ગેરહાજરીમાં પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી ન પડે તેની તૈયારી કરવી પણ એટલી જ જરૂરી છે.
યાદ રાખો, તમે પરિવાર માટે જે સપનાં જુઓ છો, તે તમારી ગેરહાજરીમાં પણ પૂરાં થઈ શકે એવી વ્યવસ્થા કરવી એ જ સાચી જવાબદારી છે.
તમારા પરિવારને તમારી ગેરહાજરીમાં આશ્વાસન નહીં, આર્થિક સુરક્ષાની જરૂર પડશે.
આજે જ તમારી આવક, લોન, બાળકોના ભવિષ્ય અને પરિવારની જરૂરિયાતો પ્રમાણે યોગ્ય ટર્મ પ્લાન વિશે જાણો.
કારણ કે સાચો સવાલ એ નથી કે ટર્મ પ્લાન લેવો કે નહીં.
સાચો સવાલ એ છે—જો તમે જ ન હો, તો તમારા પરિવારની જવાબદારી કોણ ઉઠાવશે?
Disclaimer :
The views expressed in this article are based solely on my personal observations and experience. Neither Investment Point nor Nikhil Bhatt has any involvement in its preparation or content.
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.