HomeBusiness News - Rightક્લોઝિંગ ઓક્શનના નવા નિયમોથી ઓપ્શન ટ્રેડર્સ માટે ડિલિવરીનું જોખમ વધ્યું...!!!

ક્લોઝિંગ ઓક્શનના નવા નિયમોથી ઓપ્શન ટ્રેડર્સ માટે ડિલિવરીનું જોખમ વધ્યું…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ક્લોઝિંગ ઓક્શનના નવા નિયમોને કારણે ડેરિવેટિવ ટ્રેડર્સ માટે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા ઓર્ડર-મેચિંગ વિન્ડોમાં વોલેટિલિટી વધતા સ્ટોક ઓપ્શન ટ્રેડર્સ માટે અણધાર્યા ડિલિવરી જોખમો ઉભા થઈ શકે છે. ખાસ કરીને એવા ટ્રેડર્સ જે મલ્ટીપલ પોઝિશન અથવા કોમ્બિનેશન સ્ટ્રેટેજી ધરાવે છે, તેમના માટે આ વધુ જોખમી સાબિત થઈ શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

નવી વ્યવસ્થા મુજબ, સતત ટ્રેડિંગ 3:15 PM પર સમાપ્ત થાય છે, ત્યારબાદ 5 મિનિટ માટે કોઈ ઓર્ડર આપી શકાતો નથી. 3:20 PM થી 3:30 PM વચ્ચે ક્લોઝિંગ ઓક્શન દરમિયાન ટ્રેડર્સ રેફરન્સ પ્રાઇસની આસપાસ ±3% ના બેન્ડમાં ઓર્ડર મૂકી શકે છે. આ સમયગાળા દરમિયાન ભાવમાં થતો અચાનક ઉછાળો અથવા ઘટાડો OTM પોઝિશનને અચાનક ITM માં ફેરવી શકે છે. આના કારણે ટ્રેડર્સ પર અણધાર્યા ફિઝિકલ ડિલિવરીના જવાબદારીઓ આવી શકે છે. જો કોઈ ટ્રેડર પાસે જરૂરી શેર ન હોય, તો તેને એક્સચેન્જ દ્વારા ઓક્શન મેકેનિઝમ હેઠળ શેર ખરીદીને ડિલિવરી પૂરી પાડવી પડે છે, જેમાં સામાન્ય રીતે 1-2% પ્રીમિયમ અને વધારાનો 1% ઓક્શન ફેસિલિટેશન ફી ચૂકવવો પડી શકે છે.

રોકાણ રણનીતિ :

અણધારી ડિલિવરી લાયબિલિટીથી બચવા માટે નીચે મુજબની રણનીતિ અપનાવી શકાય છે: પોઝિશનને આગામી મહિના માટે રોલ ઓવર કરવી અથવા 3:30 PM થી 3:40 PM ના બફર સમયનો ઉપયોગ કરીને પોઝિશન ક્લોઝ કરી દેવી. હાઈ-વોલેટિલિટી અને ઇલિક્વિડ સ્ટોક્સમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી એક્સપાયરી સેશન્સ, જે NSE માટે 25 ઓગસ્ટ અને BSE માટે 27 ઓગસ્ટ છે, તે આ નવા નિયમો માટે પ્રથમ મોટી કસોટી રહેશે. જોકે, ઇન્ડેક્સ ડેરિવેટિવ ટ્રેડર્સ માટે આ પ્રકારની અનિશ્ચિતતા રહેશે નહીં કારણ કે ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટ્સ ફક્ત કેશ સેટલમેન્ટ દ્વારા જ સેટલ થાય છે.

Spread the love

Most Popular