HomeBusiness News - Rightસેમસંગ દ્વારા ગેલેક્સી AI માટે સબ્સ્ક્રિપ્શન લેવાની તૈયારી: ચિપના વધતા ભાવ અને...

સેમસંગ દ્વારા ગેલેક્સી AI માટે સબ્સ્ક્રિપ્શન લેવાની તૈયારી: ચિપના વધતા ભાવ અને AI ખર્ચને કારણે મોટો નિર્ણય…!!!

સેમસંગ હવે તેના ગેલેક્સી AI ફીચર્સ માટે સબ્સ્ક્રિપ્શન મોડલ લાવી શકે છે. ચિપના ભાવમાં ઉછાળો અને AI સેવાઓ ચલાવવાનો વધતો ખર્ચ કંપનીના માર્જિન પર દબાણ લાવી રહ્યો છે. સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના CEO જેબી પાર્ક એ જણાવ્યું કે કંપની એવા વપરાશકર્તાઓ માટે માસિક સબ્સ્ક્રિપ્શન વિચારી રહી છે જેઓ AI નો ભારે ઉપયોગ કરે છે. ભારતીય સ્માર્ટફોન બજારમાં માંગમાં ઘટાડો યથાવત રહ્યો છે.

કંપની વિશે :

ગેલેક્સી AI ના ફીચર્સ હાલમાં ગ્રાહકો માટે મફત છે, પરંતુ આ ફીચર્સ માટે ખૂબ જ કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે. સેમસંગ એવા વપરાશકર્તાઓ માટે ‘પ્રો’ ટિયર લાવી શકે છે જેમને વધુ એડવાન્સ સુવિધાઓ અને ઝડપી રિઝલ્ટ જોઈએ છે. જોકે, લગભગ ૯૦% વપરાશ માટે મૂળભૂત AI ફીચર્સ મફત રાખવામાં આવશે. કંપની છેલ્લા ઘણા મહિનાઓથી વધતા ખર્ચને પોતે જ સહન કરી રહી છે જેથી ગ્રાહકો પર સીધો બોજ ન પડે.

બજારના મુખ્ય પરિબળો :

ગ્લોબલ મેમરી ચિપની અછતને કારણે સ્માર્ટફોન ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં મેમરી ચિપના ભાવ ત્રણ ગણા વધ્યા છે, જેનું મુખ્ય કારણ AI ડેટા સેન્ટર્સની માંગ છે. આના કારણે ભારતમાં સ્માર્ટફોનના ભાવમાં પણ ૧૫% નો વધારો નોંધાયો છે. મેમરીના ભાવમાં ઘટાડો આવવામાં હજુ લાંબો સમય લાગી શકે છે કારણ કે મોટી ટેક કંપનીઓ AI ક્ષેત્રે ભારે રોકાણ કરી રહી છે.

ભાવિ દિશા :

સેમસંગે તેની આઠમી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં ઝેડ ફોલ્ડ ૮ અલ્ટ્રા સૌથી મોંઘો મોડલ છે. આગામી દિવસોમાં એપલ તરફથી પણ ફોલ્ડેબલ ફોનની એન્ટ્રી થવાની શક્યતા છે, જેનાથી પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં સ્પર્ધા વધશે.

Spread the love

Most Popular