HomeBusiness News - RightMTF બુક ₹1.43 લાખ કરોડના નવા સ્તરે પહોંચી...!!!

MTF બુક ₹1.43 લાખ કરોડના નવા સ્તરે પહોંચી…!!!

માર્કેટના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, MTF બુક ₹૧,૪૩,૭૨૨ કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે. રોકાણકારોમાં કેશ માર્કેટમાં લેવરેજ્ડ પોઝિશન માટેનો ઉત્સાહ યથાવત રહ્યો છે, જોકે વૃદ્ધિનો દર અગાઉના મહિનાઓ કરતા થોડો ધીમો જોવા મળ્યો છે. જૂન મહિનામાં ઉદ્યોગનો સરેરાશ MTF બુક ₹૧.૩૬ લાખ કરોડ રહ્યો હતો, જે અગાઉના મહિના કરતા ૭.૧ ટકા અને વાર્ષિક ધોરણે ૫૭.૬ ટકાનો ઉછાળો હતો. જુલાઈમાં વૃદ્ધિનો દર ૫.૧ ટકા નોંધાયો છે, જે મે મહિનાના ૧૧.૧ ટકાની વૃદ્ધિની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :
ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વધતા ટ્રેડિંગ કોસ્ટ અને રેગ્યુલેટરી ફેરફારોને કારણે રોકાણકારોના વલણમાં ફેરફાર આવ્યો છે. ડેરિવેટિવ્ઝ પર વધેલા STT ને કારણે એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે MTF એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. NSE માં MTF બુક ₹૧,૩૭,૭૦૫ કરોડ અને BSE માં ₹૬,૦૧૭ કરોડ સાથે મજબૂત સ્તરે છે.

રોકાણ રણનીતિ :
વર્તમાન સમયમાં રોકાણકારો વધુ પસંદગીયુક્ત બની રહ્યા છે. વેલ્યુએશન ઊંચા હોવાથી અને માર્કેટમાં વોલેટિલિટી જોવા મળતી હોવાથી, રોકાણકારો MTF ને એક ઉપયોગી ફાઈનાન્સિંગ ટૂલ તરીકે વાપરી રહ્યા છે. ડેરિવેટિવ્ઝ કરતા કેશ માર્કેટમાં રેગ્યુલેટેડ લેવરેજ મેળવવી હવે રોકાણકારો માટે વધુ અનુકૂળ બની છે.

ભાવિ દિશા :
લાંબા ગાળા માટે MTF નો ગ્રોથ આઉટલુક મજબૂત જણાય છે. જોકે, RBI દ્વારા અમલી બનાવવામાં આવેલા નવા ફંડિંગ નોર્મ્સ અને જીઓપોલિટિકલ ટેન્શન આગામી દિવસોમાં માર્કેટ લિક્વિડિટીને અસર કરી શકે છે. છતાં, રિટેલ પાર્ટિસિપેશન વધતા આ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિની શક્યતા છે.

Spread the love

Most Popular