HomeBusiness News - Rightબેંક ઓફ ઈન્ડિયાના Q1FY27 ના નેટ પ્રોફિટમાં ૩૬% નો મોટો ઉછાળો...!!!

બેંક ઓફ ઈન્ડિયાના Q1FY27 ના નેટ પ્રોફિટમાં ૩૬% નો મોટો ઉછાળો…!!!

બેંક ઓફ ઈન્ડિયા (BoI) એ Q1FY27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટમાં ૩૬% નો મોટો ઉછાળો નોંધાવ્યો છે. બેંકનો નેટ પ્રોફિટ ₹૩,૦૬૮ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં ₹૨,૨૫૨ કરોડ હતો. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ અને અન્ય આવકમાં થયેલા વધારા તેમજ પ્રોવિઝનમાં થયેલા ઘટાડાને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે.

નાણાકીય પરિણામો :

રિપોર્ટિંગ ક્વાર્ટરમાં, નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) ૧૩% વધીને ₹૬,૮૩૩ કરોડ થઈ છે. અન્ય આવકમાં પણ ૧૯% નો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹૨,૫૭૯ કરોડ પર પહોંચી છે. અન્ય આવકમાં એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનમાંથી થતો નફો ૧૧૩% વધીને ₹૨૨૬ કરોડ થયો છે, જ્યારે વન-ટાઇમ સેટલમેન્ટ અને રિકવરીમાં પણ ૮૯% નો ઉછાળો નોંધાયો છે. જોકે, NPA માટેની જોગવાઈમાં ૪% નો નજીવો વધારો થઈને તે ₹૧,૧૪૪ કરોડ થઈ છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) ગયા વર્ષના ૨.૫૫% ની સામે થોડો ઘટાડો થઈને ૨.૫૨% રહ્યો છે.

કંપની વિશે :

બેંકના ગ્લોબલ ડિપોઝિટમાં ૧૫% નો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹૯,૫૭,૯૨૪ કરોડ થયો છે. તેમજ, ગ્લોબલ એડવાન્સિસમાં પણ ૧૯% નો વધારો થઈને તે ₹૭,૯૭,૭૭૫ કરોડ પર પહોંચ્યા છે.

ભાવિ દિશા :

બેંકના CEO રાજનીશ કર્ણટક જણાવ્યા છે કે બેંક RBI ના વિશિષ્ટ વિન્ડો હેઠળ FCNR (B) ડિપોઝિટ દ્વારા અંદાજે $૧.૨ બિલિયનના ઇનફ્લોની અપેક્ષા રાખી રહી છે. બેંકે અત્યાર સુધીમાં $૨૦૦ મિલિયન એકત્ર કર્યા છે.

Spread the love

Most Popular