નંદન નીલેકણીએ ફંડામેન્ટમ પાર્ટનરશિપના Fund III માં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરીને ભારતીય સ્ટાર્ટઅપ ક્ષેત્રે મોટો ડગલો ભર્યો છે. આ નવા Fund III નો લક્ષ્યાંક ₹ ૨,૨૦૦ કરોડ ($૨૩૦ મિલિયન) રાખવામાં આવ્યો છે, જેમાં ₹ ૪૦૦ કરોડનો ગ્રીનશૂ ઓપ્શન પણ સામેલ છે.
કંપની વિશે :
ફંડામેન્ટમ પાર્ટનરશિપની સ્થાપના ૨૦૧૭ માં નંદન નીલેકણી અને સંજીવ અગ્રવાલમાં કરવામાં આવી હતી. આ Fund III માં નીલેકણી મુખ્ય LP તરીકે જોડાયા છે, જે તેમનું આ ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. કંપની સામાન્ય રીતે વર્ષમાં ૪ થી ૫ કંપનીઓમાં રોકાણ કરે છે અને સ્ટાર્ટઅપ્સમાં ૧૦-૧૫% ઇક્વિટી સ્ટેક મેળવે છે. કંપનીના અગાઉના Fund I માંથી સ્પિન્ની અને ફાર્મેસી જેવા જાણીતા નામ સામેલ છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ફંડનો અંદાજે ૮૦% હિસ્સો કન્ઝ્યુમર ટેકનોલોજી અને Fintech માં રોકાણ કરશે, જ્યારે બાકીનો હિસ્સો AI ક્ષેત્રમાં વાપરવામાં આવશે. કંપનીનું માનવું છે કે AI એ ભારતીય સેવાઓ અને કોમર્સના ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવશે. ખાસ કરીને ભારતીય સમસ્યાઓ માટેના નાના લેંગ્વેજ મોડલ્સ અને AI-આધારિત IT સેવાઓ પર કંપનીનો મજબૂત બાયસ છે. Fintech ક્ષેત્રમાં વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપની મોટી તકો જોઈ રહી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ફંડનો મુખ્ય હેતુ વિદેશી રોકાણકારોને ભારતીય બજાર સાથે જોડવાનો છે. આ માટે GIFT City અથવા અન્ય ઓફશોર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીના Fund II માં અત્યારે ૨૬% ના ગ્રોસ IRR નોંધાયા છે, જે કંપનીના મજબૂત વળતરના વલણને દર્શાવે છે.






