HomeBusiness News - Leftભૂટાન દ્વારા E20 પેટ્રોલ નકારવાના દાવાઓ ખોટા: કેન્દ્રનો સખત ખુલાસો...!!!

ભૂટાન દ્વારા E20 પેટ્રોલ નકારવાના દાવાઓ ખોટા: કેન્દ્રનો સખત ખુલાસો…!!!

કેન્દ્ર સરકારે ભૂટાન દ્વારા ઈન્ડિયાના E20 પેટ્રોલના આયાતના પ્રસ્તાવને નકારવાના અહેવાલોને તદ્દન ખોટા ગણાવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (MoPNG) રવિવારે સ્પષ્ટતા કરી છે કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા ભૂટાનને E20 પેટ્રોલ નિકાસ કરવા માટે ક્યારેય કોઈ ઓફર કરવામાં આવી નથી.

સરકારે આ દાવાઓને ખોટા ગણાવતા ફેસબુક પર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ભૂટાન દ્વારા ઈન્ડિયાના E20 પેટ્રોલને નકારવાના સમાચારોમાં સત્યતા નથી. લોકોને માત્ર MoPNG અને OMCs દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે.

બજારના મુખ્ય પરિબળો :

તાજેતરમાં વિરોધ પક્ષો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોએ ઈન્ડિયાના ઈથેનોલ મિશ્રિત ઈંધણને નકાર્યું છે. જોકે, સરકાર દ્વારા આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ વિવાદ વચ્ચે ઈંધણની ગુણવત્તા અને તેના આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અંગેની ચર્ચાઓ વધી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MIB) સ્પષ્ટતા કરી છે કે E20 ઈંધણને વ્યાપક લેબોરેટરી, વાહન અને ફિલ્ડ ટેસ્ટિંગ બાદ જ રજૂ કરવામાં આવ્યું છે. ARAI, Indian Oil R&D અને IIP દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં જૂના વાહનોના એન્જિન પર કોઈ મોટો નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નથી. આ ઈંધણ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલ છે અને તે કોઈ પ્રકારની ભેળસેળ નથી. વળી, E20 ઈંધણના ઉપયોગથી વાહનની વોરંટી પર કોઈ અસર પડતી નથી.

ભાવિ દિશા :

ભારત સરકારના ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ દેશભરમાં આના વ્યાપક અમલીકરણની પ્રક્રિયા ચાલુ છે. આનાથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. બ્રાઝિલ જેવા દેશોમાં પણ આ પ્રકારનું ઈંધણ સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે. આગામી દિવસોમાં આ પ્રોગ્રામનો વ્યાપ વધવાની શક્યતા છે.

Spread the love

Most Popular