HomeBusiness News - Rightટાટા મોટર્સ શેરમાં તેજીની શક્યતા: બ્રોકર્સ દ્વારા ₹405 નો ટાર્ગેટ આપવામાં આવ્યો...!!!

ટાટા મોટર્સ શેરમાં તેજીની શક્યતા: બ્રોકર્સ દ્વારા ₹405 નો ટાર્ગેટ આપવામાં આવ્યો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) ની નવી વ્યૂહરચના અને સિયેરા EV ના આગામી લોન્ચિંગને કારણે આ શેરમાં તેજીનો ઉછાળો જોવા મળી શકે છે. કંપની હવે માત્ર સસ્તા વાહનો પર ધ્યાન આપવાને બદલે ટેકનોલોજી અને પરફોર્મન્સ આધારિત પ્રીમિયમ પોઝિશનિંગ તરફ વળી રહી છે. સિયેરા EV નું લોન્ચિંગ આ દિશામાં એક મજબૂત પગલું છે. આ મોડેલમાં લાઈફટાઈમ બેટરી વોરંટી જેવી ખાસિયતો જોવા મળશે. સિયેરા EV માં 30-40 ટકા પાવરટ્રેન મિક્સ હોવાની અપેક્ષા છે, જે કંપનીના બ્રાન્ડ પર્સેપ્શનને મજબૂત બનાવશે અને મધ્યમ ગાળામાં માર્જિનને સપોર્ટ કરશે.

કંપની વિશે :

ટાટા મોટર્સ હવે પ્રીમિયમ EV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. સિયેરા EV ની કિંમત અન્ય સ્પર્ધકો કરતા થોડી વધારે હોઈ શકે છે, પરંતુ તેની ટેકનોલોજી અને ફીચર્સ તેને અલગ પાડે છે. કંપની 15 નામેપ્લેટ પોર્ટફોલિયો દ્વારા વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ વ્યૂહરચનાથી કંપનીના બજાર હિસ્સામાં વધારો થવાની અને મજબૂત પોઝિશન બનાવવાની શક્યતા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ભારતીય પેસેન્જર વ્હીકલ ઉદ્યોગ આગામી વર્ષોમાં મજબૂત વૃદ્ધિ સાધી શકે છે. અંદાજ મુજબ આ ઉદ્યોગમાં મોટા પાયે વધારો જોવા મળશે. આ માર્કેટમાં SUV નો હિસ્સો 60 ટકાથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે EV અને CNG નો વપરાશ 45 ટકાથી વધી શકે છે. આ વધતા જતાં બજારમાં ટેટા મોટર્સ જેવી કંપનીઓ માટે મોટી તક છે.

ભાવિ દિશા :

ટાટા મોટર્સનો લક્ષ્યાંક 1.2 મિલિયન યુનિટ્સથી વધુનું વોલ્યુમ અને અંદાજે 20 ટકા માર્કેટ શેર હાંસલ કરવાનો છે. બ્રોકર્સ દ્વારા ટાટા મોટર્સ માટે ‘એડ’ રેટિંગ જાળવી રાખવામાં આવ્યું છે અને SOTP આધારિત ટાર્ગેટ પ્રાઈસ ₹405 સેટ કરવામાં આવ્યો છે. હાલમાં શેરનો CMP ₹346 છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર પર મજબૂત પોઝિશન બનાવી શકાય છે.

Spread the love

Most Popular