HomeBusiness News - Leftમેટા પ્લેટફોર્મ્સના શેરમાં ૧૨% નો ઉછાળો: AI ક્લાઉડ સર્વિસ દ્વારા Amazon અને...

મેટા પ્લેટફોર્મ્સના શેરમાં ૧૨% નો ઉછાળો: AI ક્લાઉડ સર્વિસ દ્વારા Amazon અને Microsoft ને ટક્કર આપવાની તૈયારી…!!!

મેટા પ્લેટફોર્મ્સના શેરમાં ૧૨% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. NASDAQ પર કંપનીના શેરમાં આ ઉછાળો આવ્યા બાદ ભાવ $૬૨૮ પર પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ, કંપની AI ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેનો હેતુ Amazon અને Microsoft જેવી કંપનીઓને ટક્કર આપવાનો છે.

કંપની વિશે :

મેટા પ્લેટફોર્મ્સ તેના “Meta Compute” પ્રોજેક્ટ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ વધારવા માંગે છે. કંપની ડેવલપર્સને Meta-હોસ્ટેડ AI મોડલ્સ અથવા ડેટા સેન્ટર અને AI ચિપ્સ દ્વારા કમ્પ્યુટિંગ કેપેસિટી ભાડે આપવાના વિકલ્પો પર કામ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગે અગાઉ પણ ક્લાઉડ બિઝનેસ શરૂ કરવા અંગે સંકેત આપ્યા હતા.

બજારના મુખ્ય પરિબળો :

મેટા દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Nvidia, AMD અને Broadcom સાથે મોટા પાયે કરાર કરવામાં આવ્યા છે. જોકે, કંપનીના આ ભારે ખર્ચને કારણે રોકાણકારોમાં વળતર અંગે સાવચેતીનો માહોલ પણ છે. હાલમાં શેર તેના રેકોર્ડ હાઈ લેવલથી લગભગ ૨૧% નીચે ટ્રેડ કરી રહ્યો છે.

ભાવિ દિશા :

AI ક્ષેત્રે વર્ચસ્વ મેળવવાની સ્પર્ધા સતત વધી રહી છે. આગામી દિવસોમાં મેટા આ નવા વ્યવસાય દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકે છે. મોટી ટેક કંપનીઓ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરોડો ડોલર ખર્ચ કરી રહી છે, જે બજારની દિશા નક્કી કરશે.

Spread the love

Most Popular