HomeBusiness News - LeftTCS ના Q1FY27 ના પરિણામો અને ઇન્ટરિમ ડિવિડન્ડ અંગે મોટી જાહેરાત આવશે...!!!

TCS ના Q1FY27 ના પરિણામો અને ઇન્ટરિમ ડિવિડન્ડ અંગે મોટી જાહેરાત આવશે…!!!

TCS દ્વારા 9 જુલાઈ ના રોજ તેની Q1FY27 ના નાણાકીય પરિણામો અને ઇન્ટરિમ ડિવિડન્ડ અંગે વિચારણા કરવા માટે બોર્ડની બેઠક યોજવામાં આવશે. જો ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે, તો તેના માટે 18 જુલાઈ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

કંપની વિશે :

TCS એ ભારતની સૌથી મોટી IT સર્વિસીસ કંપની છે. વર્તમાન સમયમાં, કંપનીના શેરના ભાવમાં વર્ષના અત્યાર સુધીના ગાળામાં આશરે ૩૪% નો ઘટાડો જોવા મળ્યો છે, જે ₹૩,૨૧૫ થી ઘટીને ₹૨,૧૨૭ પર આવી ગયો છે. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ મૂલ્યમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જે આશરે ₹૮ લાખ કરોડ પર પહોંચી ગયું છે.

નાણાકીય પરિણામો :

ગત માર્ચ ત્રિમાસિક ગાળા (Q4FY26) માં TCS એ ₹૧૩,૭૧૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૨.૨૨% નો ઉછાળો દર્શાવે છે. કંપનીનું રેવન્યુ પણ ₹૭૦,૬૯૮ કરોડ રહ્યું હતું. ખાસ કરીને AI સર્વિસ રેવન્યુમાં ૨૮% નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ FY26 માટે ₹૩૧ પ્રતિ શેરનો ફાઇનલ ડિવિડન્ડ અને જાન્યુઆરીમાં ₹૫૭ પ્રતિ શેર (સ્પેશિયલ + ઇન્ટરિમ) ડિવિડન્ડ જાહેર કરાયો હતો, જે દર્શાવે છે કે કંપનીની ડિવિડન્ડ વહેંચણીની નીતિ મજબૂત છે. આ વર્ષે કંપનીએ શેરધારકોને ડિવિડન્ડ દ્વારા ₹૩૯,૫૭૧ કરોડ વહેંચ્યા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

વર્તમાન કારોબારી સેશનમાં IT સેક્ટરમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના ઝડપી વિકાસ અને અગ્રણી IT કંપની એક્સચરેન્સે દ્વારા આપવામાં આવેલી નબળી ગાઇડન્સને કારણે આખા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

આગામી દિવસોમાં TCS ના Q1FY27 ના પરિણામો અને ડિવિડન્ડ અંગેની જાહેરાત બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રોકાણકારોની નજર આ જાહેરાત પર કેન્દ્રિત રહેશે.

Spread the love

Most Popular