HomeBusiness News - Leftરિયાસાત લાઈફસ્ટાઈલ IPO: છેલ્લા દિવસે પણ માંગ મર્યાદિત, અત્યાર સુધી માત્ર 10%...

રિયાસાત લાઈફસ્ટાઈલ IPO: છેલ્લા દિવસે પણ માંગ મર્યાદિત, અત્યાર સુધી માત્ર 10% સબસ્ક્રિપ્શન…!!!

રિયાસાત લાઈફસ્ટાઈલ SME IPO આજે તેના બિડિંગ પ્રક્રિયાના અંતિમ દિવસે છે. રોકાણકારો તરફથી અત્યાર સુધીમાં માંગમાં મર્યાદિત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ IPO 22 જૂન, સોમવારના રોજ બંધ થશે.

કંપની વિશે :

રિયાસાત લાઈફસ્ટાઈલ લિમિટેડ એ એથનિક વેર ક્ષેત્રની બ્રાન્ડ છે. કંપની આ IPO દ્વારા ₹૩૦.૭૭ કરોડ એકત્ર કરવાનો પ્લાન ધરાવે છે. આ આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે, જેમાં ૨૮.૪૮ લાખ ઈક્વિટી શેરો બહાર પાડવામાં આવશે.

સબસ્ક્રિપ્શનની સ્થિતિ :

૨૨ જૂનના રોજ સવારે ૧૧:૪૫ વાગ્યા સુધીના ડેટા મુજબ, આ IPO કુલ ૧૦% સબસ્ક્રાઇબ થયો છે. જેમાં રિટેલ ઇન્વેસ્ટર સેગમેન્ટમાં ૭% અને QIB કેટેગરીમાં ૧.૦૧ ગણો પ્રતિસાદ મળ્યો છે. NII કેટેગરીમાં હજુ સુધી કોઈ બિડિંગ નોંધાઈ નથી.

પ્રાઈસ બેન્ડ અને GMP :

આ IPO માટે પ્રાઈસ બેન્ડ ₹૧૦૨ થી ₹૧૦૮ નક્કી કરવામાં આવી છે અને લોટ સાઈઝ ૧,૨૦૦ શેર છે. હાલમાં ગ્રે માર્કેટમાં આ શેર માટે GMP ₹૦ છે, જે દર્શાવે છે કે શેર તેના ઈશ્યુ પ્રાઈસ ₹૧૦૮ પર લિસ્ટ થઈ શકે છે. આ શેર BSE SME પર લિસ્ટ કરવામાં આવશે.

Spread the love

Most Popular