HomeBusiness News - Leftહિંદુસ્તાન ઝિંકમાં સરકારનો ૨ ટકાનો હિસ્સો વેચાણની તૈયારી…...!!!

હિંદુસ્તાન ઝિંકમાં સરકારનો ૨ ટકાનો હિસ્સો વેચાણની તૈયારી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા યથાવત ચાલી રહી છે અને હવે હિંદુસ્તાન ઝિંકમાં ૨ ટકાનો હિસ્સો વેચવાની તૈયારી બજારમાં નવી ચર્ચાનો વિષય બની રહી છે. સૂત્રો મુજબ આ OFS દ્વારા સરકાર આશરે ૫૦ અબજ રૂપિયા જેટલી રકમ ઉગારી શકે છે.

કંપની વિશે :

હિંદુસ્તાન ઝિંકમાં વેદાંતા ગ્રુપનો અંદાજે ૬૦.૭૧ ટકાનો હિસ્સો છે જ્યારે સરકાર પાસે હાલમાં ૨૭.૯૨ ટકાનો હિસ્સો છે. ગયા નવેમ્બરમાં સરકારે ૧.૬ ટકાનો હિસ્સો ૫૦૫ રૂપિયાનાં ભાવ પર વેચ્યો હતો. ત્યાર બાદ શેરમાં આશરે ૨૪ ટકાનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સરકારના બાકી હિસ્સાની કિંમતમાં મજબૂત વધારો થયો છે.

આ વખતે ICICI Securities, Axis Capital, IIFL Capital અને HDFC Securities જેવી ફર્મો સમગ્ર વેચાણ પ્રક્રિયામાં સરકારને સલાહ આપી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

સરકાર છેલ્લા કેટલાક સપ્તાહથી PSU હોલ્ડિંગ્સમાં પસંદગીયુક્ત વેચવાલી કરી રહી છે. તાજેતરમાં Coal Indiaમાં ૨ ટકાનો તેમજ NHPCમાં ૬ ટકાનો હિસ્સો વેચાઈ ચૂક્યો છે. LICમાં ૨ ટકાની નવી OFS યોજનાની પણ તૈયારી ચાલી રહી છે. આ સતત ચાલતી પ્રક્રિયા કારણે PSU સેગમેન્ટમાં વોલેટિલિટી યથાવત રહી છે અને ટ્રેડર્સ સાવચેતી રાખી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

હિંદુસ્તાન ઝિંકના શેરમાં છેલ્લા કેટલાક સપ્તાહથી મજબૂત બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે. ટેકનિકલ ચાર્ટ મુજબ રેઝિસ્ટન્સ ઝોનની નજીક શેર થોડું રેન્જ બાઉન્ડ બની રહ્યું છે. જો OFSની જાહેરાત બાદ ક્લોઝિંગ મજબૂત રહે તો શેરમાં નવા બ્રેકઆઉટની શક્યતા છે, જયારે પ્રોફિટ બુકિંગ વધે તો ઘટાડો પણ જોવા મળી શકે છે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઉછાળે નફારૂપી વેચવાલી યોગ્ય રહેશે.

• લાંબા ગાળાના રોકાણકારો માટે ઘટાડે તબક્કાવાર ખરીદી ફાયદાકારક બની શકે છે.

• સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવી રાખવી જરૂરી છે.

• PSU સેગમેન્ટમાં સાવચેતી રાખવી યોગ્ય છે, કારણ કે વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં OFS સંબંધિત સત્તાવાર જાહેરાત બજારની દિશા નક્કી કરશે. જો ઓફર પ્રાઈસ આકર્ષક રહેશે તો રોકાણકારો તરફથી મર્યાદિત પરંતુ સ્થિર માંગ જોવા મળી શકે છે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા યથાવત રહેતા PSU શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ પણ સંભવ છે.

Spread the love

Most Popular