વર્તમાન કારોબારી સેશનમાં અમેરિકન શેરબજારમાં મિશ્ર વલણ યથાવત રહ્યું છે. AI સેગમેન્ટના મુખ્ય શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે તેલના ભાવમાં ધીમો ઉતાર બજાર માટે મર્યાદિત રાહતરૂપ બન્યો છે.
મુખ્ય સૂચકોમાં S&P 500 ખૂબ મર્યાદિત ૦.૦૨% ઉછાળો સાથે બંધ રહ્યો, જ્યારે Nasdaqમાં ટેક શેરોના ધોવાણના કારણે ઘટાડો નોંધાયો. તેના વિરોધમાં Dow Jones ઇન્ડેક્સમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો.
બજારના મુખ્ય પરિબળો :
• બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ ૨.૬% ઘટાડાથી વૈશ્વિક બજારમાં વોલેટિલિટી થોડું ઘટ્યું.
• અમેરિકાનાં અને ઈરાન વચ્ચેનાં Hormuz સ્ટ્રીટ સંબંધી સંકેતો બાદ ઓઈલ સેગમેન્ટમાં દબાણ થોડું હળવું થયું.
• AI સેગમેન્ટમાં ગયા કેટલાક અઠવાડિયાના ઉછાળાની બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થતા ટેક સેક્ટરમાં ધોવાણ વધ્યું.
• યુએસ ટ્રેઝરી યીલ્ડ ૪.૪૯% પરથી ઘટીને ૪.૪૬% પર આવતા બજારનો મૂડ થોડો સ્થિર રહ્યો.
સેક્ટર દૃષ્ટિકોણ :
• ટેક સેગમેન્ટમાં AI સાથે જોડાયેલા ઘણાં મુખ્ય શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ દેખાયું છે.
• એનર્જી સેગમેન્ટમાં તેલના ભાવમાં ઘટાડાને કારણે દબાણ યથાવત છે.
• ફાઈનાન્સિયલ તેમજ ડિફેન્સિવ સેગમેન્ટમાં મર્યાદિત ખરીદીનું વલણ જોવા મળ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ Nasdaq માટે નીચેની તરફનો સપોર્ટ લેવલ નબળો દેખાઇ રહ્યો છે, જ્યારે Dow Jones માટે મજબૂત બુલિશ બાયસ યથાવત છે. S&P 500 માટે રેઝિસ્ટન્સ ઝોનની નજીક મજબૂત ક્લોઝિંગ અગત્યનું રહેશે. વોલેટિલિટી આગામી દિવસોમાં યથાવત રહેવાની શક્યતા છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેવાની સંભાવના છે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી રોકાણકારો માટે યોગ્ય રહેશે.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવી રાખવી.
• ટેક સેગમેન્ટમાં સાવચેતી જાળવવી જરૂરી, કારણ કે વોલેટિલિટી હજુ પણ ઊંચી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં અમેરિકન બજાર રેન્જ બાઉન્ડ વલણમાં રહી શકે છે. ઓઈલના ભાવ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ બજારની દિશા નક્કી કરશે. AI સેગમેન્ટમાં બેરિશ બાયસ હાવી રહી શકે છે, જ્યારે Dow Jones મજબૂત સપોર્ટ લેવલ ઉપર ટકી શકે તેવી સંભાવના છે.





