વર્તમાન કારોબારી સેશનમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે કારણ કે આરબીઆઈની જૂન એમપીસી બેઠકનો નીતિ નિર્ણય ૫ જૂનની સવારમાં જાહેર થવાનો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, નબળો રૂપિયા અને વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક સંકેતોને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ હાલ ગેપ-ડાઉન અને ગેપ-અપ વચ્ચે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ કરી રહ્યા છે. ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ યથાવત છે.
બજારના મુખ્ય પરિબળો :
• મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેનો પ્રભાવ ભારતની મોંઘવારી પર પડી રહ્યો છે.
• રૂપિયા નબળાઈ તરફ જઈ રહ્યો છે અને તેને સ્થિર રાખવા આરબીઆઈ હસ્તક્ષેપ કરી શકે છે તેવી ધારણા છે.
• આરબીઆઈ વ્યાજદર યથાવત રાખશે કે ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરશે – આ સંભાવનાઓ બજારમાં વોલેટિલિટી વધારી રહી છે.
• મોટાભાગના અર્થતજજ્ઞો સ્ટેટસ ક્વોની ધારણા રાખે છે, પરંતુ કેટલાક નિષ્ણાતો નીતિને થોડું કડક બનાવવાની શક્યતા પણ માને છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો જેવા રેટ સેન્સિટિવ સેક્ટર્સ સાવચેતીની સ્થિતિમાં છે કારણ કે વ્યાજદર વધારાની શક્યતા રોકાણકારોમાં સંભાળપૂર્વકનું વલણ લાવી રહી છે.
• ફાર્મા અને અન્ય ડિફેન્સિવ સેક્ટર્સમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે.
• બોન્ડ માર્કેટમાં યીલ્ડ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે, ખાસ કરીને શોર્ટ-ડ્યુરેશન બોન્ડ્સમાં પસંદગીયુક્ત મૂવમેન્ટ થઈ શકે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ઇન્ડીસીઝમાં સ્પષ્ટ બુલિશ બાયસ દેખાતો નથી. રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ ન મળે તો બેરિશ બાયસ યથાવત રહી શકે છે. સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાનો દબાણ વધી શકે છે. વધતી વોલેટિલિટી વચ્ચે સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાનું મહત્વ વધ્યું છે.
રોકાણ રણનીતિ :
• આરબીઆઈની નીતિ જાહેર થાય ત્યાં સુધી સાવચેતીપૂર્વક પોઝિશન રાખવી.
• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી, ખાસ કરીને ક્વોલિટી શેરોમાં.
• પેનિક સેલિંગથી દૂર રહેવું અને સ્ટોપલોસ ફરજિયાત રાખવો.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આરબીઆઈના નિર્ણય બાદ બજારની દિશા વધુ સ્પષ્ટ થશે. જો વ્યાજદર યથાવત રહેશે તો બજારમાં મર્યાદિત ઉછાળો શક્ય છે, પરંતુ જો ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો થાય તો રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં પસંદગીયુક્ત ધોવાણ થઈ શકે છે. મોંઘવારીની દિશા, મોનસૂન ટ્રેન્ડ્સ અને ક્રૂડ ઓઈલના ભાવ આગામી સેશન્સમાં બજારનું વલણ નક્કી કરશે.





