25.05.2026
GODREJ CP :-
વર્તમાન ભાવ :- રૂ. 1029 ની આસપાસ…
વલણ :- શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum)
GODREJ CP માં છેલ્લા કેટલાક સત્રોના સામાન્ય પ્રોફિટ બુકિંગ પછી હવે ફરીથી ખરીદીનો દોર શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં નવી ઊંચાઈ તરફ કૂચ કરવા માટે સજ્જ દેખાય છે.
તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-
મજબૂત સપોર્ટ બેઝ :- ગોદરેજ CP માટે રૂ. 1008 થી રૂ. 1047 વચ્ચે ટ્રેડિંગ રેન્જ તરીકે એક અત્યંત મજબૂત સપોર્ટ અને ડિમાન્ડ ઝોન તરીકે ઉભરી આવી છે. આ સ્તરે દૈનિક ચાર્ટ પર અગાઉ પણ સંસ્થાકીય ખરીદી (Institutional Buying) જોવા મળી હતી.
RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળેથી વેચવાલીનું દબાણ હવે થોડું હળવું થયું છે.
રિકવરી અને શોર્ટ કવરિંગ :- નિફ્ટી ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરીના મૂડ વચ્ચે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં શોર્ટ કવરિંગના સ્પષ્ટ સંકેતો છે. આ સ્ટોકમાં ફંડ હાઉસીસનું આકર્ષણ બજારને વેગ આપશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-
અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :- જો સ્ટોક રૂ. 1033 ની ઉપર સસ્ટેન થાય છે, તો રૂ. 1047 થી રૂ. 1060 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. જો તેજી આગળ વધે અને રૂ. 1067 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક રૂ 1075 ના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે.
સપોર્ટ અને સ્ટોપલોસ :- જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ.1008 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 990 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.
તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.
Ravi Bhatt
SEBI Regd Number INH000012591
Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com






