May 21, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 21, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:

Reliance ind.

21.05.2026

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ :-

વર્તમાન ભાવ :- રૂ. 1350 ની આસપાસ

વલણ :- શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum)

ઓઈલ સેક્ટરના સૌથી મજબૂત હેવીવેઇટ સ્ટોક રિલાયન્સમાં છેલ્લા કેટલાક સત્રોના સામાન્ય પ્રોફિટ બુકિંગ પછી હવે ફરીથી ખરીદીનો દોર શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં નવી ઊંચાઈ તરફ કૂચ કરવા માટે સજ્જ દેખાય છે.

તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-

મજબૂત સપોર્ટ બેઝ :- રિલાયન્સ માટે રૂ. 1333 થી રૂ. 1373 ની રેન્જ એક અત્યંત મજબૂત સપોર્ટ અને ડિમાન્ડ ઝોન તરીકે ઉભરી આવી છે. આ સ્તરે દૈનિક ચાર્ટ પર અગાઉ પણ સંસ્થાકીય ખરીદી (Institutional Buying) જોવા મળી હતી.

RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળેથી વેચવાલીનું દબાણ હવે થોડું હળવું થયું છે.

રિકવરી અને શોર્ટ કવરિંગ :- નિફ્ટી ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરીના મૂડ વચ્ચે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં શોર્ટ કવરિંગના સ્પષ્ટ સંકેતો છે. દેશની સૌથી મોટી પ્રાઇવેટ ક્ષેત્રની રિફાઇનરી સ્ટોકમાં ફંડ હાઉસીસનું આકર્ષણ બજારને વેગ આપશે.

આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :- જો સ્ટોક રૂ. 1363 ની ઉપર સસ્ટેન થાય છે, તો રૂ. 1374 થી રૂ. 1380 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. જો તેજી આગળ વધે અને રૂ. 1393 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક રૂ 1404 ના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે.

સપોર્ટ અને સ્ટોપલોસ :- જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ. 1333 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 1317 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.

તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.

Ravi Bhatt
SEBI Regd Number INH000012591

Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com

Spread the love

Most Popular